GUJARATKESHOD

કેશોદમાં બ્રહ્મસમાજ ના બાળકોની પાંચ દિવસીય શિબિર યોજવામાં આવી.

બ્રહ્મ શિબિરમાં બાળકોને પ્રાર્થનાઓ,વિસરાયેલી રમતો,સંગીત સાધનો પરીચય,વિજ્ઞાન પ્રયોગો,ઔષધી પરીચય કરાવવામાં આવ્યો...

કેશોદ બ્રહ્મ સોશ્યલ ફોરમ અને સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ દ્વારા દર વર્ષે શિયાળું અને ઉનાળું વેકેશનમાં બ્રહ્મ શિબિર નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પાંચ દિવસીય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત બ્રહ્મસમાજ ના હોદેદારો દ્વારા ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય જાપ સાથે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેશોદ ખાતે યોજાયેલી બ્રહ્મ ગ્રીષ્મ શિબિરમાં બાળકોને શૈક્ષણિક કાર્ય થી મુક્ત થતાં જ વિસરાઈ ગયેલી રમતો લોખંડના પૈડાં ફેરવવા, ભમરડા ફેરવવા, નાગોલ રમવું જેવી રમતો રમાડવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ અને બ્રહ્મ સોશ્યલ ફોરમ આયોજિત ગ્રીષ્મ શિબિરમાં ઢળતી સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી દરરોજ ધર્મ, જીવન મુલ્યો, રાષ્ટ્રભાવના, આયુર્વેદિક ઔષધી ની ઓળખ, સંગીત ના સાધનો ની ઓળખ, વિજ્ઞાન પ્રયોગો, વિસરાઈ ગયેલી રમતો ની સાથે સાથે બૌધ્ધિક રમતો રમાડવામાં આવી હતી. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ખાનગી ક્લાસીસ અને વ્યાપારીકરણ કરી બેઠેલી સંસ્થાઓમાં શિબિર ના નામે તગડી રકમો ઉઘરાવીને કરવામાં આવતાં માર્કેટિંગ થી સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ ના વાલીઓ અને બાળકોને છેતરાઈ જોતરાઈ જતાં અટકાવવા છેલ્લાં સતર વર્ષથી વર્ષમાં બે વખત પાંચ દિવસીય શિબિર નું આયોજન કરવામાં આવે છે જેમાં બાળકો ઉત્સાહભેર જોડાઈને મોબાઈલ ફોન થી દુર રહી પોતાની અંદર પડેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા અને જીવનમાં ઉપયોગી પ્રવૃત્તિઓ રમતો ના માધ્યમથી રમાડી ભવિષ્યના આદર્શ નાગરિક ના ઘડતર સાથે આવનાર સમયમાં સમાજના કાર્યો ની સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં પોતાનું યોગદાન આપે એ હેતુથી યોજવામાં આવતી શિબિરમાં બાળકોને પ્રોત્સાહન આપવા સમસ્ત બ્રહ્મસમાજ ના હોદેદારો પદાધિકારીઓ દ્વારા અલ્પાહાર, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, ફળફળાદી નું સ્વહસ્તે વિતરણ કરી સમસ્ત બ્રહ્મસમાજ ના ભાવિ ઘડવૈયાઓ ને આશીર્વાદ આપ્યા હતાં. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ, બ્રહ્મ સોશ્યલ ફોરમ અને મહિલા મંડળ ના હોદેદારો પદાધિકારીઓ દ્વારા ગ્રીષ્મ શિબિરમાં સહયોગ આપી ભાવિ પેઢીને પરંપરાગત રમતો અને સંસ્કારો સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ અને બ્રહ્મ સોશ્યલ ફોરમ આયોજિત પાંચ દિવસીય ગ્રીષ્મ શિબિર પૂર્ણ થતાં બાળકોએ કાંઈક મેળવ્યાં નો અને હોદેદારો પદાધિકારીઓ એ કાંઈક આપ્યાં નો અહેસાસ નજરે પડતો હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!