GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર હાઇવે રોડ પર ત્રણ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો:સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં.

તારીખ ૦૧/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર પાસે ગોધરા વડોદરા હાઇવે રોડ પર સાંજના પાંચ વાગ્યાની આસપાસના સમયે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાલોલથી ગોધરા તરફ જવા નીકળેલ બસમાં ફોરવ્હીલ વેગેનાર કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.જોકે આ અકસ્માત સર્જાતા પાછળથી આવી રહેલા અન્ય લક્ઝરી બસ ચાલકે પોતાનો બચાવ કરવા છતાં તેણે સ્ટીયરીંગ પરનુ કાબુ ગુમાવ્યું અને લક્ઝરી બસ ફોરવ્હીલ વેગેનાર કાર ને પાછળ અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને વેગેનાર કારના આગળના ભાગે કુચ્ચા વળી ગયા હતા અને આ ત્રિપલ અકસ્માતના કારણે અંદાજી અડધા કલાક સુધી એકતરફી વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વડોદરાથી ગોધરા જઇ રહેલા તમામ મુસાફરો અને વાહન ચાલકો અટવાયા હતા.સદનસીબે જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.અકસ્માતને પગલે થોડીવાર માટે વાહનવ્યવહારને અસર થવા પામી હતી. અકસ્માત સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!