MORBIMORBI CITY / TALUKO

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લિયો સીટી દ્વારા વિના મૂલ્યે આઠમો નેત્રમણી અને બીજો ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લિયો સીટી દ્વારા વિના મૂલ્યે આઠમો નેત્રમણી અને બીજો ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

 


રણછોદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા પ્રેરિત અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિના મૂલ્યે આ બંને કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન પીપળીયા પાસે આવેલ કે પી ટેક નોન વુવન ફેકટરીમાં કરવામાં આવ્યું હતુ આ કેમ્પને આપણા હિન્દુ
ધર્મ મુજબ દીપ પ્રાગટય કરી ને ખુલો મૂકવામાં આવ્યો આ દીપ પ્રાગટયમાં સેવાભાવી ડોકટર આ આઠમા કેમ્પ ના દાતા લા મણિલાલ ભાઈ કાવર સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ અને પ્રોજેક્ટ ચેરમેન ભીખાભાઈ લોરિયા અને પ્રાનજીવનભાઈ રંગપડીયા સેક્રેટરી લા કેશુભાઈ ખજાનચી લા ટી સી ફૂલતરિયા તથા લા સભ્યો મહાદેવભાઈ તથા
મનુભાઈ જાકાસનીયા અને સેવક ગણ અને દરિદ્રનારાયનો ની હાજરી હતી આ કેમ્પમાં આંખના
૯૮/- દર્દીઓને તપાસ્યા જેમાંથી ૨૭ વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી મહારાજ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા અને ઓર્થોપેડિકમાં આયુષ હોસ્પિટલના સર્જન ડો સૌરભ પટેલે ૨૭/- દર્દીઓને તપાસ્યા જેમાંથી ચાર દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ કેમ્પની સમગ્ર વ્યવસ્થા લા રશ્મિકા બેન રૂપાલા તેમજ લિયો કલબ ના પ્રેસિડેન્ટ અને તેમની ટીમે કરી સદગુરૂ દેવ રણછોડદાસ બાપુની આરતી કરી તમામ દરિદ્રનારાયણ ને ભોજન પ્રસાદ લેવડાવી આ સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરી ને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લિયો કલબ ઓફ મોરબી સીટી નો આ કાર્યક્રમ પૂર્ણ કરવા માં આવ્યો ..

આ સેવાકીય કેમ્પ ના દાતા એ ઝોન પોલીફેબ એલ એલ પી ના માલિક લા મણિલાલ જે કાવર તેમના સૂપુત્રો શ્રી ચેતનભાઈ કાવર અને સંદીપભાઈ કાવર હતા તેવું પ્રેસિડેન્ટ જીજ્ઞેશ ભાઈ કાવર ની યાદી માં જણાવાયું છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!