AHAVADANGGUJARAT

ડાંગ: વિશ્વ હિન્દૂ પરિષદ-બજરંગ દળ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકર્તાઓની નિયુક્તિ કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા આહવા સેવા ધામ ખાતે જિલ્લાની કાર્યકરણી અને તાલુકા ની પ્રમુખ કાર્યકર્તાઓને જવાબદારી સાથે નિયુક્ત કરવામાં આવ્યા.વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ સમિતિની બેઠક આજે ડાંગ જિલ્લાનાં આહવા સેવાધામ ખાતે જિલ્લા યોજાઈ હતી જેમા કાર્યકરણી અને પ્રખંડ (તાલુકા) ના પ્રમુખ કાર્યકર્તા જવાબદારી નિયુક્તિ કરવામા આવી હતી આ બેઠકમાં ઉપસ્થિત દક્ષિણ ગુજરાત પ્રાંત કાર્યકારી અધ્યક્ષ રાજેશભાઈ રાણા, મયુરભાઈ કદમ પ્રાંત બજરંગ દળ સહસંયોજક, અજીતભાઈ સોલંકી પ્રાંત સામાજિક સમરસ્તા સંયોજક અને ડાંગ પાલક, વલસાડ જિલ્લા મંત્રી અમિત ભાઈ પટેલ, જિલ્લા સંતસ્ગ ત્રિલોકભાઈ યાદવ ઉપસ્થિતિમાં જિલ્લા તેમજ તાલુકા કાર્યકરણી સમિતી ની ઘોષણા કરવામાં આવી હતી જેમા ડાંગના જીલ્લા સમિતીમાં અધ્યક્ષ તરીકે સંજયભાઈ વ્યવહારે, ઉપાધ્યક્ષ તરીકે કાળુભાઈ પવાર, મંત્રી તરીકે રવિભાઈ સુયવંશી તેમજ સહમંત્રી તરીકે સંજયભાઈ ની નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે બજરંગ દળ સંયોજક તરીકે મીતેશભાઈ ચોર્યા, સહ સંયોજક- મયુરભાઈ સોલંકીની નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે બજરંગ દળના ગૌરક્ષા સંયોજક તરીકે કેવલ ચોધરી, સેવા સંયોજક તરીકે પ્રીતભાઈ પઠરીયા,માતૃ સંયોજીકા તરીકે ભાવનાબેન, દુર્ગા સંયોજીકા તરીકે મીનાબેન અને ધર્મ પ્રચાર સંયોજક તરીકે મગનભાઈ ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમજ ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકા સ્તર પર સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં આહવા તાલુકા અધ્યક્ષ તરીકે ગિરિશભાઇ ભોયે, મંત્રી તરીકે અનિલભાઈ પટેલ અને બજરંગ દળ ના સંયોજક તરીકે ધનજયમહાજન ને નિયુક્ત કરવામાં આવ્યા તથા વઘઇ તાલુકામાં મંત્રી તરીકે ગીરીશભાઈ ચૌધરી જ્યારે સહમંત્રી તરીકે મહેશભાઈ ને નિયુક્ત કરવામાં આવ્યા હતા.તથા સુબિર તાલુકામાં મંત્રી તરીકે હરિમનભાઈ પવાર અને સહમંત્રી તરીકે સનતભાઈ ભોયે તથા બજરંગ દળ સંયોજક તરીકે રાજુભાઇ પવાર ની નિયુક્તિ કરવામાં આવી હતી. તેમજ નવનિયુક્ત કાર્યકર્તાઓને ખેસ પહેરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!