AHAVADANG

ડાંગ જિલ્લાનાં જામલપાડા ખાતે અથક ભારત પ્રોજેક્ટ અંતર્ગત પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ONGC અને ભારતીય ઉજ્મીતા વિકાસ સંસ્થાન ભારતની ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાનાં સહયોગથી અથક ભારત પ્રોજેક્ટ અંતર્ગત આહવા તાલુકાનાં જામલાપાડા ગામમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ…પ્રાપ્ત વિગતો અનુસાર ONGC અને ભારતીય ઉજ્મીતા વિકાસ સંસ્થાન ભારતની ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાના  સહયોગથી અથક ભારત પ્રોજેક્ટના સ્વ સહાય જૂથના 50 મહિલા ઉદ્યમીને એગ્રીપ્રિનયોનરશીપ ટ્રેડની 22 દિવસની તાલીમ આપવામાં આવી હતી.અથક ભારત પ્રોજેક્ટ મુખ્ય પાંચ મુદ્દાઓ પર ડાંગ જિલ્લામાં કામ કરી રહ્યા કુલ 18 ગામોના 305 મહિલાઓને આ પ્રોજેક્ટનો લાભ મળી રહ્યો છે.એગ્રીપ્રિનિયોરશિપ, હસ્તકલા, વારલી પેઇન્ટિંગ, પ્રવાસન ઉદ્યોગ,એન. ટી .એફ.પી. અને ઔષધીય વનસ્પતિ વગેરે પર તાલીમ આપવામાં આવે છે.જે તાલીમ કાર્યક્રમ પૂર્ણ થતા આહવા તાલુકાના જામલાપાડા ગામમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં અતિથિ વિશેષ તરીકે ડાંગ ડીવાયએસપી એસ.જી.પાટીલ  ઉપસ્થિત રહ્યા હતા.ડાંગ ડીવાયએસપી ના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં ચિરાગ પાટીલ (પ્રોજેક્ટ ઓફિસર ઇન્ટરપ્રિનયોનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા), નિલેશ ભીવસન (પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ), કિરણ ચૌર્યા (સી.આર.પી.), રીબકા ગામીત અને કલ્પના ગાયકવાડ (માસ્ટર ટ્રેનર) વગેરે હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણ ચૌર્યા (સી.આર.પી.) દ્વારા કરવામાં આવ્યુ હતુ..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!