CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી ખાતે પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્યઝોન ઇન્ચાર્જ ની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનને વધુ સુદ્રઢ અને વેગવંતુ બનાવવા માટે બેઠક યોજાઈ.
મુકેશ પરમાર નસવાડી
નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપ પ્રમુખ અને મધ્યઝોન ના ઇન્ચાર્જ ગોરધન ઝડફીયા ની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા ગ્રામ પંચાયત હોલ મા મિટિંગ યોજાઈ હતી જેમાં સંખેડા વિધાનસભા ના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન આપ્યુ હતું.અને 15 તારીખ સુધી પાર્ટી એ જે સભ્ય નોંધણી નો ટાર્ગેટ આપ્યો છે તેને પૂર્ણ કરવા માટે આહવાન કર્યું હતું. આ બેઠકમા જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા મહામંત્રી ડી.એફ પરમાર,તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ તેમજ સંખેડા વિધાનસભા ના જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા