DASADASURENDRANAGAR

પાટડીના વિસનગર ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી પાંચ ઈસમો સાથે ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.10/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડ રૂ.24,670 તથા મોબાઇલ નં 6 રૂ.27,000 તથા કાર નં 1 રૂ.3,00,000 તથા મોટરસાયકલ નંગ 2 રૂ.60,000 એમ કુલ મળીને રૂ.4,11,670 ના મુદ્દામાલ સાથે આઠ આરોપી ફરાર

સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમ દ્વારા અગાઉથી બાતમી મળી હતી કે મનુભા ઉદુભા ઝાલા રહે વિસનગર પાટડીવાળા વિસનગર ગામની સીમ નવું તળાવ નામની સીમ વિસ્તારમાં આવેલ પોતાના કબજા વાળા ખેતરની ઓરડીના રૂમમાં બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડે છે અને હાલે પ્રવૃત્તિ ચાલુ છે જે બાત મેં આધારે એલસીબી ટીમમા પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ જી એસ સ્વામી, એએસઆઈ ભુપેન્દ્રકુમાર, અજીતસિંહ, અનિરુદ્ધસિંહ, દશરથભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા આરોપી, દિનેશભાઈ લઘાભાઈ મકવાણા, અશોકભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિ, પ્રકાશસિંહ છનુભા ઝાલા, નિકુલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, સુનિલભાઈ નવઘણભાઈ લોલાડીયા, તેમજ નાશી જનાર આરોપી, નરેશભાઈ શંકરભાઈ ગોહિલ, વિનુભાઈ ઓખાભાઈ જેડાણી, સોનાભાઈ નાગરભાઈ ધામેચા, જયંતીભાઈ જેડાણી, સુરેશભાઈ જેડાણી, શૈલેષગીરી દિનેશગીરી ગૌસ્વામી, પરેશભાઈ શંકરભાઈ ભાલૈયા, જુગાર નો અખાડો ચલાવનાર મનુભા ઉદુભા ઝાલા પાપડી વાળાઓને ઝડપી રોકડ રૂ.24,670 તથા મોબાઇલ નં 6 રૂ.27,000 તથા મોટરસાયકલ નંગ 2 રૂ.60,000 તથા ફોર વ્હીલર કાર રૂ.3,00,000 સહિત કુલ મળીને કિ.રૂ.4,11,670 ના મુદ્દામાલ સાથે નાશી જનાર તમામ આરોપીઓ વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!