GUJARATJETPURRAJKOT

Rajkot: કર્ણાટકના કલ્પતરુ સ્ટેડિયમ ખાતે રાજકોટની વંશ ઉર્વશી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશીપમાં ભાગ લેશે

તા.૮/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રમતગમત ક્ષેત્રે પ્રતિભાઓને આગળ લાવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ યોજના હેઠળ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા બાદ તેઓને ખાસ પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ ખેલાડીઓ આગળ જતા વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ઉચ્ચસ્થરે પસંદગી પામતા હોઈ છે.

રાજકોટ સ્થિત જી. કે. ધોળકિયા જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલમાં ચાલુ વર્ષે આ યોજનામાં જુડો ઉપરાંત નવી રમત ખોખો ફાળવવામાં આવી છે. આગામી ૩૩ સબ જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશીપ અને ૪ર જુનિયર નેશનલ ખો – ખો ચેમ્પિયનશીપ માટે ગુજરાત રાજ્ય ખો-ખો એસોસિએશનની સબ જુનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોનું સિલેક્શન ગત તા.૦૩/૧૨/૨૩ ના રોજ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની ખેલાડી વંશ ઉર્વશીની જયારે અન્ય ખેલાડી વાજા દર્શનાનું ફર્સ્ટ સ્ટેન્ડ બાય તરીકે ચયન કરવામાં આવેલા છે. આ સ્પર્ધા આગામી ૧૩ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન કર્ણાટકના કલ્પતરુ સ્ટેડિયમ ખાતે યોજનાર છે.

જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રા વતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ના ડિસ્ટ્રિક્ટ કોચ શ્રી સુદીપ મ્હસ્કર અને ટ્રેનર અનિલ ડાભી તેમજ ખેલાડી અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે. રાજકોટ શહેર ખો-ખો એસોસિએશનના મંત્રીશ્રી મયુર ટોળીયા દ્વારા આ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!