AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ઘર આંગણે પાર્ક કરેલ 1 લાખ રૂપિયાની કિંમતની મોટરસાયકલની ચોરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ડોકટર ક્વાર્ટરની પાછળ ગાંધી કોલોની ખાતે રહેતા અભય દિનેશભાઈ ચૌધરી (મૂળ રહે. ગોડસંબા તા.માંડવી જી.સુરત) એ પોતાના  કબજાની પલસર NS 160 મોટરસાયકલ રજી. નં-GJ-19-BD-2192 ( જેની આશરે કિંમત રૂપિયા ૧,૦૮,૨૩૧) જે રાત્રિના સમયે ઘર આંગણે પાર્ક કરી હતી.જોકે સવારે જોતા મોટરસાયકલ મળી આવી નહોતી.જે બાદ આસપાસ મોટરસાયકલની શોધખોળ કરવામાં આવી હતી,તેમ છતાં મોટરસાયકલ મળી આવી નહોતી.જેથી મોટરસાયકલ ચોરી થઈ હોવાનું જણાઇ આવ્યુ હતુ.આ મોટરસાયકલ ચોરીને લઈને અભય ચૌધરી એ આહવા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!