GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં સરગમ કરાઓકે ગ્રુપ કેશોદ દ્વારા સંગીત સંધ્યા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

કેશોદમાં સરગમ કરાઓકે ગ્રુપ કેશોદ દ્વારા સંગીત સંધ્યા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

કેશોદના વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા સુંદર વાડી ખાતે આજરોજ કરાઓકે ગ્રુપ ઓફ કેશોદ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ગ્રુપ કેશોદના વેપારી કલાકારો નું બનેલું છે આ ગ્રુપ કોઈ પ્રોફેશનલ નથી માત્ર શોખથી કેશોદના લોકોને મનોરંજન આપવા માટે કરવામાં આવેલું છે આ ગ્રુપની અંદર કોઓર્ડીનેટર દીપકભાઈ જોશી શૈલેષભાઈ દેવાણી વગેરેના માર્ગદર્શન નીચે ભક્તિ સંગીત ગીતો, મહમદ રફી સાહેબ, કિશોરકુમાર,લતા મંગેશકર જેવા ગાયક કલાકારોના અવાજ માં આબેહૂબ ગીતો રજૂ કરવામાં આવેલા હતા તેમજ અનોખા બાંસુરી કલાકાર પ્રવીણભાઈ કરંગીયા દ્વારા બાંસુરી ઉપર જુદા જુદા રાગ રજૂ કરવામાં આવ્યા ખૂબ જ ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણ દ્વારા આ સંગીત સંધ્યાના આનંદ અને મનોરંજન માણેલ હતું આ કાર્યને સફળ બનાવવા જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં ઉભરાતા બાળ કલાકારો અને યુવા કલાકાર સ્ટેજ ઉપર પોતાનો વોઈશ આપવાનો ચાન્સ મળે છે અને ઉગતી પ્રતિભા પાંગરે છે આવાજ કલાકાર દેવ જોશી એ રજૂ કરેલ ગીત ઉપર શ્રોતાઓ આફ્રીન થઈ ગયા હતા આ તકે સમગ્ર કેશોદ બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા અને સમાજ દ્વારા બધા જ કલાકારો સાલ ઉડાડે સન્માનિત કરવામાં આવેલા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રસિદ્ધ એંકર પરેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!