અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડાના ખલવાડ ગામના ઈસમે શેર માર્કેટમાં 12 લાખથી વધુ રોકાણ કરતા સાઇબર ફ્રોડનો શિકાર બન્યો,અંતે સાઇબર ફ્રોડ કરનાર ગેંગનો સભ્ય ઝડપાયો
શેર માર્કેટમાં રોકાણ કરાવી ઉંચા વ્યાજ સાથે નફો આપવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ અલગ અલગ સમયે કુલ રૂ.૧૨,૫૫,૦૦૦/- (બાર લાખ પંચાવન હજાર ) રૂપિયા નો સાઇબર ફ્રોડ કરનાર ગેંગના સભ્યને ઝડપી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ અરવલ્લી-મોડાસા
ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ-એ ૧૧૧૮૮૦૦૩૨૩૦૪૯૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ તથા ઇન્ફોમેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ સને ૨૦૦૮ ની કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબ ગુન્હાના કામના ફરીયાદી ધુળજીભાઇ સુકાભાઇ રાઠોડ ઉ.વ.૬૩ ધંધો નિવૃત રહે-રાઠોડ ફળીયુ ખલવાડ તા.ભિલોડા જી.અરવલ્લી નાઓને શેર માર્કેટમાં રોકાણ કરાવી ઉંચા વ્યાજ સાથે નફો આપવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ અલગ અલગ સમયે કુલ રૂ.૧૨,૫૫,૦૦૦/- (બાર લાખ પંચાવન હજાર ) – નું રોકાણ કરાવી સાઇબર ફ્રોડ કરેલ હોય, જે ગુન્હામાં સંકળાયેલ આરોપી હંસરાજ ઢગલારામ ભાટી. રહે.૩૨ ટવક્કલનગર ચોર્યાશી જી.સુરત. મુળ રહે. ધાકડી તા.સોજત જી.પાલી રાજ્ય -રાજસ્થાન વાળાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા પકડી પાડી અટક કરી ગુન્હો ડીટેક્ટ કરવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ને સફળતા મળેલ છે.