ARAVALLI

અરવલ્લી : ધનસુરા તાલુકાનું રહિયોલ ગામ એપી સેન્ટર નિવૃત્ત અધિકારીએ પૈસા લઈને ઉમેદવારોને નોકરીએ ચઢાવ્યા હોવાની વાતો વહેતી થઇ : ઉમેદવારોમાં ફફડાટ

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ધનસુરા તાલુકાનું રહિયોલ ગામ એપી સેન્ટર નિવૃત્ત અધિકારીએ પૈસા લઈને ઉમેદવારોને નોકરીએ ચઢાવ્યા હોવાની વાતો વહેતી થઇ : ઉમેદવારોમાં ફફડાટ

યુજીવીસીએલની ભરતીમાં ખાસ કરીને રૂપિયા નાખી નોકરી મેળવવાનો ભૂત  વળગ્યો હતો  અને ભરતી પ્રક્રિયા કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને કૌભાંડ બહાર આવતા સમગ્ર ઘટના સામે આવી હતી આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ફરીથી ભૂત ધૂણ્યું છે અને સાબરકાંઠા-અરવલ્લીમાં કેટલાય ઉમેદવારો રૂપિયા ભરી લાગ્યા હોવાનું ખુલતા સુરત ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા અરવલ્લી આવી પોહચી હતી સુરત ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી અને 8 કર્મચારીને ઉઠાવી ગઇ હતી જેમાં 4 મહિલાનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અને એક જાગૃત નાગરિક ના જણાવ્યા અનુસાર યુજીવીસીએલ કૌભાંડમાં સાબરકાંઠા અને અરવલ્લીમાંથી અંદાજે 50 થી પણ વધારે ઉમેદવારો લાખો રૂપિયા આપીને નોકરીએ લાગ્યા છે તેવું જાણવા મળ્યું હતું . જેમાં મુખ્ય એપી સેન્ટર ધનસુરા તાલુકાનું રહિયોલ ગામ માનવામાં આવી રહ્યું છે અને અહીંથી 15 થી વધારે ઉમેદવારો કરજ બજાવી રહ્યા છે વધુમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ગંધ આવી જતા ગામના બે થી વધુ લોકો છેલ્લા કેટલાય દિવસ થી ભૂગર્ભમાં ઉતરી ગયા ની વાતો વહેતી થઇ છે

જેમાં વર્ષ 2020/21 માં યુજીવીસીએલની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જેમાં ઉમેદવારોએ 7  લાખ થી વધુ રકમ આપીને નોકરી મેળવી હતી. જે તે સમયે યુવરાજસિંહે સમગ્ર કૌભાંડનો નામ જેણ પર્દાફાશ કર્યો હતો. બાદમાં સુરત ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જેમાં અરવલ્લીમાંથી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી અને મુખ્ય સૂત્રધાર એવા નિવૃત્ત અધિકારીની પણ અટકાયત કરવામાં આવી હતી. આ કૌભાંડમાં નિવૃત્ત અધિકારીને માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે અને એકલા રહીયોલ ગામમાંથી જ 15 થી વધારે ઉમેદવારો પાસે થી 10 10 લાખ રૂપિયા લઈને નોકરીએ લગાડ્યા હોવાની વાતો વહેતી થઇ છે. ઉમેદવારો આજે ફરજ બજાવી રહ્યા છે અને હવે ગમે ત્યારે તેમની ધરપકડના એંધાણ દેખાઈ રહ્યા છે

ધનસુરા તાલુકા ઉપરાંત મોડાસા, બાયડ, મેઘરજ તાલુકામાંથી પણ મોટાપાયે ઉમેદવારો પૈસા આપીને નોકરીએ લાગ્યા છે તેવી વાતો ચગદોરે ચડી છે તો સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, જાદર, દરામલી, વડાલી સહિતના ગામોમાંથી ઉમેદવારો પૈસા આપીને નોકરીએ લાગ્યા છે. હવે પોલીસની તપાસ શરૂ થતાં આવા ઉમેદવારોમાં ફફડાટ ફેલાયો છે અને ગમે ત્યારે પોતાનું નામ ખૂલશે તેના ભણકારા વાગી રહ્યા છે. આ કૌભાંડમાં જે જે નેતાઓએ ભૂંડી ભૂમિકા ભજવી છે તેવા નેતાઓને પણ હાલ પરસેવો છૂટી રહ્યો છે અને ગમે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓ જેાવામાં આવી રહી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાંથી નોકરીએ લાગેલા 100 જેટલા ઉમેદવારોને પૈસાની સાથે સાથે નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!