વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
* માનવ અને પ્રકૃતિના અવિનાશી બંધનને ઉજાગર કરવા માટે આદર્શ પગલું-*
ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં વાલી દિવસે “એક પેડ મા કે નામ” અભિયાનની શરૂઆત કરવામાં આવી, જેનાથી માનવ અને પ્રકૃતિ વચ્ચેના અવિનાશી બંધનને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
ગુરુકુલના આચાર્ય શ્રી પરેશભાઈ દેસાઈએ ઉલ્લેખ કર્યો કે માનવને કુદરત તરફ પાછા ફરવું જ પડશે, કારણ કે પ્રકૃતિ જ માનવનું અસલ ઘર છે. આ અભિયાન અંતર્ગત ઇકો ક્લબના વિદ્યાર્થીઓએ પર્યાવરણને વધુ હરિયાળું બનાવવાનો સંકલ્પ લીધો હતો.
વિશ્વભરમાં પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે વડાપ્રધાનશ્રી દ્વારા “એક પેડ મા કે નામ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, ગુરુકુલમાં પણ જોરશોરથી આ પ્રયાસને આગળ ધપાવવામાં આવ્યું. ઇકો ક્લબના કન્વીનર સરસ્વતીબેન ચૌધરીએ તમામ વાલીઓને તુલસી અને જુદા જુદા રોપાઓ ભેટ સ્વરૂપે આપ્યા હતાં. ઇકો ક્લબના વિદ્યાર્થી મીત, શુભમ, તુષાર, મનન અને ધ્યેય દ્વારા આ અભિયાનમાં સ્વયંસેવકની ભૂમિકા ભજવવામાં આવી હતી.
સામાજિક વનીકરણ નવસારીના સહયોગથી આ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વનરક્ષક ફાલ્ગુનીબેન તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડો. ચંદ્ર ગુપ્ત અને સુરેશ રત્નાની હાજર રહ્યા હતાં.
નવસારી જિલ્લાના શિક્ષણ અધિકારી જયેશ ચૌધરીએ અભિયાનને સફળ બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુજરાત ગુરુકુળ સભાના પદાધિકારીઓએ પ્રકૃતિના રક્ષણ માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ ગુરુકુલ વિદ્યામંદિર સુપા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે, જે ભાવિ પેઢીઓ માટે પ્રકૃતિની સંભાળ લેવાનું મહત્વ સમજાવે છે.