MORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અન્વયે સાસંદ  મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને “દિશા” કમિટિની બેઠક યોજાઇ

મોરબી જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અન્વયે સાસંદ  મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને “દિશા” કમિટિની બેઠક યોજાઇ

 

સાંસદશ્રીએ વિવિધ વિભાગોની ભૌતિક અને નાણાંકીય કામગીરી અંગે માહિતી મેળવી પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા તાકીદ કરી

સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને ‘દિશા’-ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

સાંસદશ્રીએ બેઠકના મહત્વના એજન્ડાઓ પર ભાર આપી દિશા હેઠળની મહાત્મા ગાંધી નરેગા યોજના, શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, અમૃત, પ્રધાનમંત્રી સડક યોજના, ઈ-ગ્રામ યોજના, સંકલીત બાળ વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, વાસ્મો, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૌશલ યોજના સહિત વિવિધ જન કલ્યાણની યોજનાઓ અને વિવિધ કાર્યક્રમો હેઠળ થયેલા કામોની વિગતો જાણી જરૂરી સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગોને વિવિધ સુચનો કર્યા હતા.

ઉપરાંત અંગણવાડીના ખૂટતા મકાનો માટે જુંબેશ ઉપાડી જે- તે ગામના સરપંચશ્રીઓ સાથે સંકલન કરી મનરેગા યોજના હેઠળ તેમની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. સાંસદ આદર્શ ગ્રામ હેઠળના ગામોમાં જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી માટેલ ખાતે માટેલ ધરાના પાણીની સ્વચ્છતા જળવાઈ રહે અને રોડ ને મોટો કરી દર્શાનાર્થીઓની સુવિધા વધારવા માટે જરૂરી કામગીરી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને વાંકાનેર- કુવાડવા ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ ઉપસ્થિત રહી જરૂરી સુચનો કર્યા હતા. વધુમાં રોડ-રસ્તાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા, લોકો પ્રત્યે સંવેદના દાખવી તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામશ્રી એન.એસ.ગઢવીએ આ બેઠકનું સંચાલન કરી સબંધિત વિભાગના અધિકારીએ દરેક પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લાઓમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદશ્રી સાથે કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને વાંકાનેર- કુવાડવા ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈશિતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શેરસીયા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!