BHARUCHNETRANG

નેત્રંગ ના થવા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન કતલખાને લઈ જવાતી ભેંસો અને પાડા ઝડપી પાડતી પોલીસ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

નેત્રંગ ના થવા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન કતલખાને લઈ જવાતી ભેંસો અને પાડા ઝડપી પાડતી પોલીસ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાય

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૪/૦૮/૨૦૨૩

 

 

ભરૂચ જિલ્લા માં ગુનાખોરી ને ડામવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથક ના કર્મીઓ સતત અલગ અલગ સ્થાને ચુસ્ત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ હાથ ધરવાની કામગીરી કરી રહ્યા છે, તેવામાં નેત્રંગ પોલીસ ને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ હતી,

 

 

નેત્રંગ પોલીસ મથક પોલિસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.ગોહિલ તેમજ પોલીસ કર્મીઓ થવા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા દરમ્યાન મળેલ બાતમી ના આધારે નેત્રંગ રોડ થી થવા તરફ આવતા એક આઈસર ટેમ્પો અને બે ટ્રક ને રોકી તેમાં તલાસી લેતા તેમાંથી મહારાષ્ટ્ર ના ધુલીયા તરફ કતલ ના ઇરાદે લઈ જવાતા પશુઓ ખીચોખીંચ ભરેલા મળી આવ્યા હતા,

 

જે બાદ પોલીસે ટ્રક નંબર GJ 01 JT 4893, GJ 02 VV 5757 તેમજ આઈસર ટેમ્પો નંબર GJ 08 AU 7058 માં લઈ જવાતા 46 નંગ ભેંસો તથા પાડા નૉ કબ્જો લઈ મામલે (1)તૈયુબ અલ્લારખા મુલતાની રહે, ઝંખવાવ,સુરત (2)જીગ્નેશ કુમાર પ્રવીણ ભાઈ વસાવા રહે,ઝંખવાવ સુરત (3)અઝરૂદ્દીન ગુલ મહંમદ શેખ રહે,સેલંબા, નર્મદા (4)મયુદ્દીન સઈદ ઘોડીવાલા રહે, ટંકારીયા ભરૂચ (5)સાજીદ મજીદ શેખ રહે,સેલંબા,નર્મદા તેમજ (6)સુહેલ ઇસ્માઇલ વોરા રહે, લુવારા ભરૂચ નાઓને ઝડપી પાડી અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી કુલ 37,40,000 નૉ મુદ્દામાલ કબ્જે લઈ તમામ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી,

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!