DAHODGUJARAT

દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરે મધ્યપ્રદેશ ઝાંબુઆની અસ્થિર મગજની મહિલાને રામપુરા ખાતેથી રેક્શક્યું કરી પરીવારથી વિખુટી પડેલી મહિલાનું મેળાપ કરાવ્યું 

દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરે મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ જિલ્લાની પરિવારથી વિખુટી પડેલી મહિલાને ઘર સુધી પહોંચાડી

તા. ૧૯. ૦૯. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરે મધ્યપ્રદેશ ઝાંબુઆની અસ્થિર મગજની મહિલાને રામપુરા ખાતેથી રેક્શક્યું કરી પરીવારથી વિખુટી પડેલી મહિલાનું મેળાપ કરાવ્યું

ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ છેલ્લા પાંચ વર્ષથી ૨૪ કલાક કાર્યરત છે જેમાં અત્યાર સુધીના રાજ્ય તેમજ અન્ય રાજ્યના કોઈ કારણોસર પરિવારથી વિખુટા પડી ગયેલ હોય કે ક્યારેક પોતાની નબળી માનસિક સ્થિતિના કારણે પરિવારથી દૂર થઈ ગયેલ હોય તેવી અરજદાર બહેનને ઘર સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા જેમાં તારીખ ૧૮/૦૯/૨૦૨૪ ના રોજ બહેન દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રોઝમ ગામ ખાતે બિનવારસી હાલતમાં જોવા મળતા ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના કાર્યકર્તા નયનભાઈ મુનિયા સાહેબને નજરે પડતા તેમનું કાઉન્સિલિંગ કરી ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંધ્યાબેન ભુરીયા મેડમ ને જાણ કરેલ જેમાં સી ટીમ સાથે સંકલન કરી સંધ્યાબેન ભુરીયા તેમજ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ મિત્તલ પટેલ સાહેબ સાથે સંકલન કરી ૧૮૧ ટીમ ને જાણ કરી તેમની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે તેમજ ઘર પરિવાર મળી રહે તે આશાએ સખી વન સેન્ટર દાહોદ ખાતે મૂકવામાં આવેલ હતા ત્યારબાદ તાત્કાલિક ધોરણે આશ્રય આપી મહિલા અને બાળ વિકાસ અધિકારી રોહન ચૌધરી સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કેસવર્કર અંજલીબેન દ્વારા તેમના સ્ટાફ સાથે મળીને કાઉન્સિલિંગ કરેલ અવારનવાર સતત કાઉન્સિલિંગ કરતા તથા બહેને તેમના પતિ તેમજ ગામ વિશે માહિતી આપતા આજુબાજુના વિસ્તારમાં પુછતાછ કરેલ ત્યારબાદ તેમની પાસે ઓનલાઇન બિલ હતું અને તેઓ દ્વારા મધ્યપ્રદેશ રાજ્ય અને જાબુઆ જીલ્લાનું નામ લેતા અમે વધુ કાઉન્સિલિંગ કરતા તેમના પરિવાર સુધી પહોંચી ગયા હતા તાત્કાલિક ધોરણે તેમને બહેન વિશે માહિતી આપી ત્યારબાદ હાજર કર્મચારી દ્વારા વીડિયો કોલ થી અરજદાર બહેનને ફેમિલી સાથે વાતચીત કરાવેલ ત્યાર પછી અરજદાર બહેનના પતિ તેમજ તેમના દીકરા સાથે પૂરતા આધાર પુરાવા લઈ સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવેલ હતા જેમાં તારીખ ૧૯/૦૯/૨૦૨૪ ના રોજ અરજદાર બહેનના પતિનુ કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે તેમને એ દીકરો છે તેમની પત્નીની માનસિક સ્થિતિ છેલ્લા ચાર મહિનાથી સારી નથી જેથી તેઓ કોઈને પણ કહ્યા વગર વલસાડથી નીકળી ગયા અરજદારના પતિ તેમજ તેમના પરિવાર વાળા અરજદારની ચિંતામાં તેઓ દ્વારા વલસાડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ અને અરજદારને આમતેમ શોધવામાં લાગી રહ્યા હતા ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ થી અરજદારના ફેમિલીને અરજદાર વિશે માહિતી મળતા તેઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે સખી વન સેન્ટર દાહોદ ખાતે પોતાના તેમજ અરજદારના પુરાવા લઈને આવી ગયા હતા અરજદાર બહેનના પરિવારે સખી વન સ્ટોપ સેન્ટર નો આભાર દિલ થી વ્યક્ત કરિયો હતો આ રીતે સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ નો સ્ટાફ તેમજ ડાયનામિક સર્વાંગી વિકાસ ના કાર્યકર્તાઓ દ્વારા પુનઃસ્થાપન કરાવવામાં સફળ રહ્યા હતા

Back to top button
error: Content is protected !!