તા.૨૬.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકાના વિજાગઢ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫
શાળા પ્રવેશોત્સવ દાહોદ તાલુકા વિકાસ અધિકારી અધ્યક્ષતામાં વિજાગઢ પ્રાથમિક શાળામાં તારીખ.૨૬.૦૬.૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે યોજવામાં આવ્યો હતો લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના પ્રમુખ ઈલેક્ટ લાયન કમલેશ લીમ્બાચીયા, યુસુફીભાઈ કાપડિયા, ઉપપ્રમુખ લાયન અનિલ અગ્રવાલ ઉપસ્થિત રહી અને ૫૫ આંગણવાડી અને બાલવાડી તેમજ ધોરણ એક તમામ બાળકોને લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા સ્કૂલબેગ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ ઉપરાંત પ્રત્યેક ધોરણના પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ સન્માનિત કરવામાં આવ્યા હતા સ્પર્ધાત્મક પરીક્ષાઓ સી ઈ ટી અને એન એમ એન એસ મેરીટ માં આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ શાળાના આચાર્ય અનિલભાઈ દ્વારા કરવામાં આવી હતી શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષક મિત્રો ,વિદ્યાર્થીઓ, એસએમસીના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા