INTERNATIONAL

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ઘર્ષણ થતા તોરખમ બોર્ડર સીલ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચેની તોરખમ બોર્ડરની સીલ કરવામાં આવી છે. હાલમાં બંને દેશની સરહદી વિસ્તારમાંથી આમનેસામને ફાયરિંગ કરવામાં આવ્યા પછી તોરખમ બોર્ડર ટર્મિનલ પરથી વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે. એક અહેવાલ અનુસાર પાકિસ્તાનના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે આ જગ્યાએ અધિકારીઓ પહોંચ્યા છે અને પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે જરુરી પગલાં ભરવામાં આવ્યા છે.

બંને દેશો વચ્ચે ફાયરિંગ કરવામાં આવ્યા પછી ટર્મિનલ પરથી વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી છે. આ અગાઉ ફેબ્રુઆરી 2023માં બંને દેશની તોરખમ બોર્ડરને સીલ કરવામાં આવી હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધુ ઘર્ષણ ઊભું થયું હતું ત્યારબાદ પૂર્વ અફઘાનિસ્તાનના પ્રાંત નંગાહારમાં તાલિબાન પ્રસાશને કહ્યું હતું કે શાંતિ-મંત્રણા માટે અમે ચર્ચા કરીશું.

અફઘાનિસ્તાનમાં તાલીબાન જ્યારથી સત્તામાં આવ્યું છે ત્યારથી બંને દેશની સરહદો વચ્ચે સંબંધો સામાન્ય હતા. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પાકિસ્તાનની આર્મીએ અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનારમાં એરસ્ટ્રાઈક કરી હતી, જ્યારે તેમાં તાલિબાનના 36 લોકોને મારી નાખવામાં આવ્યા હતા. જોકે, પાકિસ્તાને એ વખતે એરસ્ટ્રાઈક કરવાની વાતને ફગાવી હતી.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનના આંતકવાદીઓ તેમની સહહદમાં ઘૂસીને આતંકવાદી ગતિવિધિઓ કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ તાલીબાને કહ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સત્તા સંભાળ્યા પછી તેને નિયંત્રણ કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક પછી તાલિબાને કાબૂલમાં સ્થિત પાકિસ્તાની રાજદૂતને તેની જાણ કરી હતી અને આ હુમલાઓને રોકવા માટે જણાવ્યું હતું. પાકિસ્તાની રાજદૂતને ખોસ્ત અને કુનારમાં તાત્કાલિક આર્મી કાર્યવાહી રોકવા જણાવ્યું હતું, કારણ કે તેનાથી સંબંધો બગડે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!