GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની  ૨૨ બેંકોના અધિકારીઓની ત્રિમાસિક બેઠક મળી

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની  ૨૨ બેંકોના અધિકારીઓની ત્રિમાસિક બેઠક મળી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કલેકટર કચેરીના સભાખંડમાં લીડબેંક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં અને નિવાસી અધિક કલેકટર પી.જી.પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક સમયગાળાની ડી.એમ.સી , ડી.એલ.સી.સી અને ડી એલ આર સી ની બેઠક મળી હતી.
બેઠકમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, વાજપેયી બેન્કેબલ યોજના, પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ યોજના, સહિતની વિવિધ યોજના ઓ માં નાણાકીય ધિરાણ કરતી બાબતોને લક્ષમાં રાખીને બેંકો સાથે થયેલ કામગીરી સમીક્ષા અને મૂલ્યાંકન સંદર્ભે ત્રિમાસિક સમયગાળાની બેઠક યોજવામાં આવી હતીતેમજ એફપીઓ ની પ્રોગ્રેસ સમીક્ષા, ત્રીમાસીક ૧૪ એફપીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં લીડ બેંકના મેનેજર ગણપત રાઠવાએ બેંકો દ્વારા એચીવ કરેલ લક્ષ્યાંકોની વિગતો આપી હતી. તેમજ જૂનાગઢ જિલ્લામાં બેંકો દ્વારા ત્રિમાસિક સમયગાળા દરમિયાન ૬૨૪ કરોડ રૂપિયાની ડિપોઝિટ થઈ હોવાનું અને ૬૫૨ કરોડ લોન લક્ષિત હોવાની વાત રજૂ કરી હતી. કૃષિ ક્ષેત્રે ૨૦૭ કરોડનું ધિરાણ નિશ્ચિત કરાયું હતું. જનધન યોજનામાં ૮૬૩૮ નવા એકાઉન્ટ ખોલાયા. જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ ક્ષેત્રની ૨૨ જેટલી બેંકો પોતાની બ્રાન્ચો કાર્યરત કરીને સેવારત છે. ત્યારે સરકારશ્રીની ગ્રામીણ ક્ષેત્રે યોજનાઓની અમલવારી સુચારુ રીતે અમલીકરણ થાય તે દિશામાં અધિક નિવાસી કલેકટર પી.જી. પટેલે બેન્ક અધિકારીઓને જરૂરી નિર્દેશો કર્યા હતા. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા અન્ય બેંકોની તુલનામાં સરકારની કલ્યાણકારી યોજનાના ધિરાણ ક્ષેત્રે અવલ સિદ્ધિ હાસલ કરી હોવાની વાત રજૂ કરાઈ હતી.
આ તકે  વર્ષ ૨૦૨૪-૨૫ વર્ષના પ્લાનીંગ બુકનું પણ વીમોચન કરવામાં આવ્યું હતુ.
આ તકે નાબાર્ડ યુનિટ મેનેજર કિરણ રાઊત દ્વારા FPO ની કેપિટલ વધારો, અને પ્રાકૃતિક ખેતી સાથે એફપીઓના સંધાન વિષયે સમીક્ષા કરી હતી. આર સેટ્ટી નિયામક પ્રશાંત ગોહેલ, લીડબેંકના મેનેજર તથા અન્ય બેન્કના પ્રતિનિધિઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોંડલીયા, જિલ્લા પશુપાલન નિયામક વિરલ આહિર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર  સ્વસહાય જૂથ નાં મેનેજર રેખા અઘેરા, સહિત વિવિધ બેંકના મેનેજર આ બેઠકમાં ઉપસ્થિત રહી અને ત્રિમાસિક સમયગાળા દરમિયાન બેંકો દ્વારા થયેલ સિદ્ધિઓની વાત રજૂ કરવામાં આવી હતી અને સરકારની કલ્યાણકારી યોજનાઓ આમ જનતા સુધી અંત્યોદય વ્યક્તિને લાભ મળી શકે તે દિશામાં બેંકો સક્ષમ રીતે આગળ વધી રહી હોવાની વાત રજૂ કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!