તા. ૨૬.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ માં ઇન્ટરપર્સનલ એક્સેલન્સ ફોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ સક્સેસ વિષય પર સેમિનાર યોજાયો
સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે એક્સેલન્સ ફોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ સક્સેસ વિષય પર એક્સપર્ટ લેક્ચર નું આયોજન કરવામાં હતું. આ સેમિનાર માટે ગિરીશચંદ્રન પિલ્લાઈ (આઈ આઈ એમ અમદાબાદ એલ્યુમની ) આઈ બી એસ અમદાબાદ ને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં પિલ્લાઈ એ ઇન્ટરપર્સનલ સ્કીલ દ્વારા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સક્સેસ મેળવી શકાય એ માટે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ સેમિનાર માં આઈ બી એસ વડોદરા ના મેનેજર અનુપમ યાદવ અને રાહુલ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર નું સંચાલન પ્રોફેસર ઇશાક શેખ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ દ્વારા કરવામાં આવ્યું હતું.