GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટમાં વિવિધ જગ્યાએ “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરાયું

તા.૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: દેશના તહેવારમાં વધુમાં વધુ મતદાતાઓ ભાગ લે તે માટે ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાનની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. રાજકોટના દેવડા, વડ વાજડી અને સાલ પીપળીયા ગામની પ્રાથમિક શાળાઓમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં લોધીકા તાલુકાના વડ વાજડી ગામ ખાતે મામલતદારશ્રીએ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વધુને વધુ સ્ત્રી મતદારો મતદાન કરવા જાગૃત બને તે માટે ચૂંટણી અને મતદાન પ્રક્રિયાઓ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. આ તકે મહિલાઓને મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. દેવડા અને સાલ પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ માટે “ચુનાવ પાઠશાળા” અંતર્ગત ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાનું નાટક ભજવવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!