MORBI

કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

સર્વે ધારાસભ્યશ્રીઓએ અધિકારીઓને ગુણવત્તાસભર કામ કરી લોકોને કોઈ સમસ્યા ન પડે તે બાબત પર ભાર મૂકવા જણાવ્યું

પીવાના પાણી, દબાણ, રોડ, ટ્રાફિક વગેરે મુદ્દાઓ પર ભાર મૂકી ચર્ચા કરી યોગ્ય પગલાં લેવા સૂચના અપાઈ

જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.

કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા અને પાણીચોરી અટકાવવા, વિવિધ સ્થળોએ નડતરરૂપ બનેલા દબાણો દૂર કરવા, શાળાઓના મકાન બનાવવા, મોરબી અને હળવદ શહેરનો ટાઉનપ્લાનિંગ, હળવદ સીટી સર્વે કચેરી ફાળવવા, મચ્છુ નદીને ગટર મુક્ત કરવા અને મોરબી શહેરમાં ગટરના કનેક્શન વધારવા, અનઅધિકૃત/ પ્લાનિંગ વિનાનું બાંધકામ રોકવા અને દૂર કરવા, ગામોને સિંચાઈ માટે પાણી પુરૂ પાડવા માટેનું યોગ્ય આયોજન કરવા, ટ્રાફિક સમસ્યા નિવારવા, જિલ્લામાં યોગ્ય વીજ પુરવઠો જાળવવા, હળવદના તળાવની સફાઈ કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ વગેરે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી સમયમર્યાદામાં યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી.

સર્વે ધારાસભ્યશ્રીઓએ ગુણવત્તા સભર વિકાસના કામો કરવા તેમજ લોકોને કોઈ સમસ્યા ન પડે તે રીતે કામગીરી કરી યોગ્ય નિર્ણય લેવા લાર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, હળવદ-ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, કાલાવાડ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારેઘી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ અને ઈશિતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કવિતાબેન દવે તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!