GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા:- મતદાન જાગૃતિ અભિયાન અને સ્વીપ અંતર્ગત કોલેજ ખાતે સિગ્નેચર કેમ્પનું આયોજન થયું

નિલેશકુમાર દરજી શહેરા

 

વિદ્યાર્થીઓએ મત આપીશું મત અપાવીશું ના નારા લગાવ્યા

 

 

આજરોજ શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે તારીખ 8-1-2024 ના રોજ એનએસએસ ડિપાર્ટમેન્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓએ જાતે સિગ્નેચર બોર્ડ તૈયાર કર્યા હતા જેમાં મોત આપીશું મત અપાવીશું વોટ ફોર રાઇટ પર્સન જેવા સ્લોગન્સ લખેલા હતા કોલેજના અઢીસોથી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત 40 થી વધુ સ્ટાફ મેમ્બર છે આ સિગ્નેચર બોર્ડ પર પોતાની સહયોગ કરી અને પ્રતિજ્ઞા લીધી હતી કે મતદાન કરીશું તેમ જ કરાવીશું. આ પ્રોગ્રામ નુ આયોજન એન.એસ.એસ ડિપાર્ટમેન્ટ ના પ્રોગ્રામ ઓફિસર તેમજ બોટની માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત ડો.રૂપેશ નાકરએ કર્યુ હતું. કેમ્પસ એમ્બેસેડર રોશન પરમાર તેમજ રુચિતા પરમાર એ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ ઉપરાંત પ્રતીક, રહેમતુ શેખ શિવાની ભાટીયા ભોઈ કશીશ સહિતના એનએસએસ ના વિદ્યાર્થી લીડરોએ કામગીરી બજાવી હતી. આ પ્રોગ્રામની શરૂઆત કોલેજના આચાર્યશ્રી ડો એમ બી પટેલ દ્વારા સિગ્નેચર કરીને કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના BJP ના યુવા મોરચા પ્રમુખ નિર્મિત દેસાઈ પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ આચાર્ય શ્રી અે મતદાન અવશ્ય કરવા અંગે વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત મતદાન કરવાના છે એવા 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક વિદ્યાર્થીઓને મતદાન કરવા ખાસ અપીલ કરી હતી. લો કોલેજ ગોધરામાંથી ડો સતીશ નાગર સાહેબ ઉપરાંત અગ્રવાલ મેડમને પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રોગ્રામ સંબંધીત સહયોગ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તેમજ સ્પોર્ટ્સ ઇન્ચાર્જ હંસાબેન ચૌહાણ એ કર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!