અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રૂપિયાનું રોકાણ કરતી પ્રાઇવેટ કંપનીઓ પર કોના હાથ, અરવલ્લી-સાબરકાંઠા કરોડોનું કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ…? યુરિયાની થેલી ભરીને રૂપિયા આવતા હોવાનો વિડિઓ વાયરલ
બેન્કો કરતા પ્રાઇવેટ કંપનીઓ ઉંચુ વ્યાજ આપતા હોય તો બેન્કો માં પૈસા શું કામ મુકવા…? રોકાણ કારો ના મનમાં ઉદભવતા પ્રશ્નો
બેન્કો કરતા પણ આવી કંપનીઓ પ્રત્યે રોકાણ કારો ની વિશ્વસનીયતા વધુ મહિને ચાર થી પાંચ ટકા વ્યાજ મલે છે રોકાણ કારો માટે ઘી કેળા સાબરકાંઠા અરવલ્લી માં ઉંચુ વ્યાજ આપવાનું કહી લોભામણી સ્કીમો દ્વારા લોકોને ઠગી રહેલ ટોળકી થી સાવધાન એમ પણ ન કહેવાય કેમ કે લોકો ને ઉંચુ વ્યાજ આપી રહી છે પરિણામે બેન્કો કરતા આવી કંપનીઓ ઉપર લોકો નો ભરોસો ઊભો થયો છે માર્કેટીંગ જે રીતે પ્લસ કંપની માં મોટા માથાઓ દ્વારા જાહેરાત કરાવવા આવતી હતી તેમ આ કંપનીઓ પણ લોકો ને પ્રભાવીત કરવા પ્રયત્નો કરતા હોય છે તો રોકાણ કારો તે ઝાકમઝોળ માં આવી રોકાણ કરતા હોય છે રોકાણ કરતા ને સરકારી ગાઇડ લાઇન પ્રમાણે સ્ટેમ્પ કરી આપે છે અને ઉપર ના વ્યાજ ના પૈસા રોકડા તેમજ એકાઉન્ટ થી આપે છે તો તે ક્યાં થી આવે છે તે જોવાની જવાબદારી કોણી..?વારંવાર સમચાર માધ્યમો દ્વારા સમાચાર પ્રસાર થવા છતાં તંત્ર અને એજન્સી ઓ ગાંધારી ની ભુમીકામાં…!!
લોભામણી સ્કીમો પાછળ મોટા માથાઓ હોવાની ચર્ચાઓ જામી છે સત્ય બહાર આવે તો બહુ મોડું કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ આ સમગ્ર મામલે ઇન્ટેલિજન્સ એજન્સીઓ સક્રિય ભુમિકા માં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..!!આ ટોળકી એ સાબરકાંઠા, અરવલ્લી માં મોટું નેટવર્ક ઉભું કરી હવે ગુજરાત રાજસ્થાન સુધી પગપેસારો કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે આ અગાઉ પણ કોથળા ભરી ને પૈસા ની લેતી દેતી ના વિડીઓ વાયરલ થયા છે આમાં નેતા ઓ તેમજ સંતોના પૈસા પણ રોકાતા હોવાની ચર્ચા લોક મુખે ચર્ચા થઈ રહી છે કે લોભામણી સ્કીમો થકી પ્રજા ને લુંટી રહ્યા ની બુમો ઉઠી રહી છે જેમાં ઉંચુ વ્યાજ અને કોઈન ના મારફતે પૈસા ડબલ કરી આપવાનું પ્રલોભન આપવામાં આવે છે માટે અતિ લોભ એ પાપનું મૂળ છે