GUJARATMORBIMORBI CITY / TALUKO

Surendra:સરલા મુળી ખાતે આવેલ હનુમાનજી મંદિર અને બગીચો ફેન્સીંગ દિવાલ ને મામલતદાર મુળી દ્વારા બે જે.સી.બી મશીન થી દૂર કરવામાં એકતરફી નિર્ણય

Surendra:સરલા મુળી ખાતે આવેલ હનુમાનજી મંદિર અને બગીચો ફેન્સીંગ દિવાલ ને મામલતદાર મુળી દ્વારા બે જે.સી.બી મશીન થી દૂર કરવામાં એકતરફી નિર્ણય

રાજકીય આગેવાનો એવા જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર પ્રમુખ નું પાકું બાધકામ હટાવતા તંત્ર ને શરમ આવે છે*

સરલા આશરે ૫૫૦૦ ની વસ્તી ધરાવતું ગામ છે અને તમામ સમાજો રહે છે અને સુલેહ શાંતિ નું વાતાવરણ ધરાવતું ગામ છે અમારા ગામના યુવાનો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ચલાવી એક યુવક મંડળ ની સ્થાપના કરેલ છે જેમાં દરેક યુવાનો દર મહિને ૫૦૦ રૂપિયા ફંડફાળો આપે છે તેમાં થી અમો એ ગામ પાસે જ આવેલ સરકારી જમીન જેના સર્વે નંબર ૧૦૪ વાળી માં હનુમાનજી ના મંદિર ની બાજુમાં એક બગીચો બનાવી અનેક વૃક્ષ વાવી જતન કરી ઉશેર કરવામાં આવે છે તેની જાળવણી માટે ફરતી ફેન્સીંગ તાર ની વાડ કરવામાં આવી છે પશુઓ માલઢોર વૃક્ષો ને નુકસાન ન પહોચાડે તે માટે અને એક ગે‌ઈટ દરવાજો લોખંડ નો બનાવેલ છે આ મંદિર સામે બેઠક બાંકડાઓ મુકેલ છે તેમાં વડીલો બેસી શકે તેવી વ્યવસ્થા કરી છે અને દરરોજ મહિલાઓ પુરુષો બાળકો દર્શન માટે હનુમાનજી મંદિર આવે છે અને આ તમામ ખર્ચ અને વ્યવસ્થા યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ જમીન સરકાર શ્રી ની હોય તે બાબતે એક અરજી મામલતદાર સાહેબ મુળી કરવામાં આવે છે કે આ ગેરકાયદેસર દબાણ મા મંદિર છે ત્યારે તા.૧૯-૭-૨૩ ના રોજ સ્થળ તપાસ માટે મામલતદાર મુળી દ્વારા રૂબરૂ આવી પંચ રોજકામ કરવામા આવેલ છે ત્યારે અમોએ જણાવેલ કે મુળી ના પેશકદમી કેસ નંબર ૦૩\૨૦૨૩ ના તા.૧૧-૪-૨૩ ના હુકમ મુજબ સ.નં.૧૦૪ વાળી ખળાવાડ જગ્યા મા દબાણ ખુલ્લુ કરાવવા સ્થળે હાજર રહી સદરહું જમીનમાં કોઈ હક્ક હિસ્સો‌ છે નહીં ભવિષ્ય માં પણ કોઈ હક્ક કબ્જો પ્રસ્થાપિત કરવાના નથી ત્યારે મામલતદાર મુળી દ્વારા વૃક્ષો ને ઉશેર માટે આ ફેન્સીંગ તાર વાડ રહેવા દેવામાં આવેલ હતી આ કામકાજ માં સરલા ના આગેવાનો પણ હાજર રહેલા તેઓ એ પણ પંચરોજકામ મા સહિઓ કરેલ છે

બાદમાં અમોએ પણ આ હનુમાનજી મંદિર પાસે સ.નં ૧૦૪ વાળી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ ચણતર થયેલ હોય જે બચુભાઈ રામજીભાઈ પટેલ અને તેઓ ના પુત્ર હરિકૃષ્ણ બચુભાઈ પટેલ કરેલ હોય તે બાબતે અમો એ પણ આ લોકો વિરુદ્ધ મામલતદાર સાહેબ મુળી ખાતે અરજી કરેલ હોય તેમાં મામલતદાર મુળી દ્વારા સરલા મુળી ના સ.નં.૧૦૪ ની ખળાવાડ ની જમીન માં જમીનનુ દબાણ દુર કરવા બાબતે હુકમ કરવામાં આવેલ તા.૯-૫-૨૦૨૩ ના ૨૬૩-૨૬૪-૦૫-૨૦૨૩ ના કાગળ થી જેઓએ આ જમીન માપણી કરતા સ.નં ૧૦૪ ખરાવાડ ૧૧૦૦વાર પાકું બાધકામ હરિકૃષ્ણ ભાઈ બચુભાઈ પટેલ અને બચુભાઈ રામજીભાઈ પટેલ નું જમીન દબાણ દુર કરવા માટે મામલતદાર મુળી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને પત્ર પાઠવેલ હતો જે ૧૧-૪-૨૦૨૩ ના હુકમથી નં.જમકા કલમ ૬૧ કેસ નં ૩\૨૦૨૩ અન્વયે હુકમ કરેલ જે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરલા ગ્રામ પંચાયત ને દબાણ દૂર કરવા આદેશ કરવામાં આવેલ હોય પરંતુ સરલા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ કે આ જમીન દબાણ જગ્યા ગામતળ માં કે ગ્રામ પંચાયત હેઠળ આવતી નથી આ જમીન મામલતદાર મુળી હેઠળ આવે છે માટે અમો આ કામગીરી કરી શકીએ નહીં ત્યારે આજદિન સુધી આ જમીન દબાણ દુર કરવામાં આવેલ નથી આ બચુભાઈ રામજીભાઈ પટેલ ભાજપ ના આગેવાન હોય અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સને ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી સેવા આપેલ હાલ તેઓના પુત્ર હરિકૃષ્ણ બચુભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ પદે ચાલુ હોય ત્યારે મોટા રાજકીય આગેવાન હોય માટે તેઓ નું ૧૧૦૦ વાર નું પાકું બાધકામ હટાવવા માં આવતું નથી

ગત તા.૧૩-૩-૨૩ ના રોજ મામલતદાર મુળી દ્વારા બે જે.સી.બી મશીન લાવી અમારા હનુમાનજી મંદિર સામે નો બગીચો ફેન્સીંગ તાર વાડ દરવાજો બેસવાના બાંકડાઓ વૃક્ષો ને ભાંગી ખોદી કાઢવામાં આવેલ છે આ મંદિર સાથે તમામ હિન્દુ અને સરલા ગામની આસ્થા જોડાયેલ હોય ત્યારે ફકત ને ફક્ત રાજકીય ઈશારે આ મંદિર તોડી પાડવામાં આવેલ છે આ મંદિર ની જગ્યા ઉપર આ પિતા પુત્ર નો ડોળો હોય જમીન હડપ કરવાનો માટે મામલતદાર મુળી દ્વારા આ કામ કરાવવામાં આવેલ છે અમો એ અગાઉ પણ જવાબ તમામ મામલતદાર મુળી ને આપી ચુકયા છીએ પંચ રોજકામ કરવામા માં આવેલ છે તો આ કામગીરી શા માટે? અને જો દબાણ દૂર કરવાની કામગીરી તટસ્થ રીતે કરવાની હોય તો આ બંને પિતા પુત્ર નું પાકું બાધકામ ૧૧૦૦વાર નું દબાણ કેમ આજદિન સુધી હટાવવા માં આવેલ નથી? આ હુકમ તા.૯-૫-૨૦૨૩ નો કરેલ હોય તેમછતાં કેમ કોઈ કાર્યવાહી નથી કરવા માં આવી?

અમો ને મામલતદાર મુળી દ્વારા તા.૧૪-૩-૨૦૨૪ ના પત્ર થી જણાવવામાં આવે છે કે સબ રજીસ્ટાર શ્રી મુળી પાસે થયેલ દસ્તાવેજ નં ૧૬૯૭\૧૯૯૩ તા.૧૨-૧૦-૧૯૯૩ ની દસ્તાવેજ નકલ મેળવી લેવી
તો અમારો સવાલ એ છે કે મામલતદાર મુળી દ્વારા તા.૯-૫-૨૦૨૩ ના હુકમ કરેલ જમીન દબાણ માપણી કરવામાં આવી ત્યારે કેમ દસ્તાવેજ આપવામાં આવેલ નથી જયારે મામલતદાર મુળી દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આ બાબતે દબાણ હટાવવા હુકમ કરવામાં આવે છે ત્યારે સરલા ગ્રામ પંચાયત સરપંચ તલાટી એમ જણાવે છે કે આ સ.નં ૧૦૪ વાળી જમીન પંચાયત કે ગામતળ માં આવતી નથી તો ત્યારે કેમ પંચાયત દ્વારા દસ્તાવેજ રજુ કરવામાં આવેલ નથી આ જમીન ઉપર દબાણ છે તે ૧૦૪ વાળી ખળાવાડ જમીનનો દસ્તાવેજ થ‌ઈ શકે પણ નહીં આ જમીન સરકાર શ્રી ની માલીકી ધરાવે છે ત્યારે આવી રીતે ચલકચલાણુ રમત રમી આ બંને પિતા પુત્ર નું દબાણ પણ તાત્કાલિક ધોરણે દુર કરવામાં આવે તે માટે આપ સાહેબને વિનંતી છે
હાલ આ હનુમાન દાદા મંદિર ના બગીચા વૃક્ષો દરવાજા ફેન્સીંગ તાર વાડ સહિત ને તોડી પાડતા ગામજનો માં આક્રોશ વ્યાપી ગયો છે એક ધાર્મિક સ્થળ ઉપર આ રીતે બુલડોઝર ફેરવતા પહેલા માનવતા ની એક નજર મામલતદાર મુળી દ્વારા કરવી જોઈતી હતી કારણકે આ જમીન બાબતે અગાઉ જવાબ માં અમો એ તમામ લેખિતમાં આપેલ છે તો આ એક તરફી કાર્યવાહી થઈ રહી છે તેના થી અમો દુઃખી છીએ અમારી આસ્થા અને ભાવનાને ઠેસ પહોંચે છે તો આ બાબતે આપ સાહેબને સ્થળ તપાસ કરી આગળ ના હુકમ નું પાલન થાય તે માટે બે હાથ જોડી ને વિનંતી છે અને આવનાર દિવસો માં સરલા ગામજનો દ્વારા રામધૂન હનુમાન ચાલીસા સહિત ઉપવાસ આંદોલન સહિત ના આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવામાં આવશે તેમ યુવક મંડળ ના સભ્યો એ જણાવ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!