MORBIMORBI CITY / TALUKO

મોરબી સીરામીક ઉધોગકારો સાથે થયેલ છેતરપિંડી મામલે SIT રચના કરવામાં આવી

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં આવેલ સિરામિક સહિતના ઉદ્યોગ દેશ અને વિદેશમાં માળનું વેચાણ કરતા હોય છે અને વેપારીઓ સાથે ચીટીંગના કિસ્સા બનતા હોય છે જે બનાવો અટકાવવા માટે અનેક રજૂઆત આવી હોય જેને પગલે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે

 

જે ટીમમાં અધિકારીઓ અને કર્મચારીની નિમણુક કરવામાં આવી છે સીટમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ વી આર સોનારા, પીએસઆઈ જે સી ગોહિલ તેમજ પોલીસ કર્મચારી ચંદુભાઈ કળોતરા, ક્રિપાલસિંહ ચાવડા, રામભાઈ મંઢ, વિક્રમભાઈ ભાટિયા, ભરતભાઈ જીલરીયા, ભાવેશભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલીય અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાની નિમણુક કરવામાં આવી છે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લામાં આવતી તમામ અરજીની ઊંડાણપૂર્વક તપાસ કરી પુરાવા આધારિત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે અને ઉદ્યોગકારો સાથે ચીટીંગ કરનાર ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરી નાણાકીય છેતરપીંડી અટકાવવા પ્રયાસ કરવામાં આવશે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!