DAHODGUJARAT

ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસ દાહોદની 108 ની ટીમે ખરોદા ગામની સગર્ભા મહિલાની સફળતા પૂર્વક એમ્બ્યુલન્સમાં પ્રસૂતી કરાવી

તા.૨૩.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસ દાહોદની 108 ની ટીમે ખરોદા ગામની સગર્ભા મહિલાની સફળતા પૂર્વક એમ્બ્યુલન્સમાં પ્રસૂતી કરાવી

દાહોદ તાલુકાની ખરોદા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં 108ની મદદ લેવામાં આવી હતી. 108ની ટીમ તાત્કાલિક ખરોદા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા સગર્ભાને પ્રસુતિનુ દુઃખાવો હતો અને 108ની ટીમે સફળતા પુર્વક જોખમી પ્રસૂતી કરાવી માતા અને નવજાત બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.ખરોદા ગામમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા તેમને 108ની મદદ લેવામાં આવી હતી. ઈ.એમ.ટી.રાણા હાર્દિક ભાઈ અને પાયલટ રાજેન્દ્ર બારીયા દાહોદ 108ની ટીમ તાત્કાલિક ખરોદાગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા મહિલા ને ખુબ જ પીડા હોવાથી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી અને બાળકની સ્થિતિ નોર્મલ કરતા રિક્સ અને બાળકના ગળે નાળ બે રાઉન્ડ વીંટળાયેલ હોવાથી આ પ્રસુતા માતા ખૂબ જ જોખમી હોવાથી સગર્ભા મહિલા દર્દી ને ઈ.એમ.ટી રાણા હાર્દિકભાઈ દ્વારા ઉપરી ફીઝિસિયનની સલાહ મુજબ સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં માં આવી હતી. ત્યારબાદ માતા પૂત્રી ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રસરકારી ભાટીવાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સફળતા પૂર્વક એમ્બયુલેન્સમાંજ પ્રસુતિ કરાવતા પરિવાર જનોએ 108ના સ્ટાફ ની કામગીરી ને બિરદાવી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!