HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા હિંમતનગર ખાતે માનવતા મેહકી

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા હિંમતનગર ખાતે માનવતા મેહકી તારીખ:૨૬/૦૮/૨૦૨૫ મંગળવાર ના રોજ બપોરે ૧૪:૧૫ કલાકે પશુ પાલન વિભાગ અને ઈ. એમ. આર. આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર ચાલતી ૧૯૬૨એનિમલ હેલ્પલાઇન માં વનવિભાગ ના કર્મચારી ધવલભાઈ સુથાર દ્વારા કોલ આવ્યો હતો કે હિંમતનગર ઇડર રોડ પર દરગાહ પાસે એક કપી રાજ ને ગંભીર અકસ્માત થયો છે જેનો કોલ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ને અપાતા ફરજ પર ના વેટર્નરી ઓફિસર ડૉ. સ્વીટી બેન પટેલ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચી જોતા ગંભીર ઇજા ઓ જણાતા તાત્કાલિક ઓપરેશન કરવા જેવું લાગતા ૧ કલાક ભારે મેહનત કરી સફળ ઓપરેશન હાથ ધરવા માં આવ્યું હતું. અને વધારે સારવાર માટે વન વિભાગ ની નર્સરી ધાન્ધા ખાતે વન વિભાગ દ્વારા મુકવા મા આવ્યું હતું આ સુંદર કામગીરી વનવિભાગ ના કર્મચારીઓ તેમજ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા કરવા મા આવી હતી.

Back to top button
error: Content is protected !!