GIR SOMNATHGUJARATSUTRAPADA

વેરાવળમાં ઈમીટેશન ઘરેણા મૂકીછેતરપિંડી આચરી ,2 મહિલા સહિત 4 ની ધરપકડ

વાત્સલ્યમ સમાચાર

દાનસિંહ વાજા ગીર સોમનાથ

••ગણતરીની કલાકોમાં પોલીસે 5.53 લાખનો મુદ્દામાલ કબજે કર્ય

શુક્રવારે વેરાવળમાં ઇમિટેશનના ખોટા દાગીના મૂકી સોની વેપારી ની નજર ચૂકવી ને રૂપિયા 3.96 લાખ ના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેનો ભેદ ઉકેલવા ગીર સોમનાથ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજા ની સૂચનાથી ડી.વાય.એસ.પી વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ,સીટી પી.આઈ એસ.એમ ઇસરાણી તથા એલસીબીના વી .કે ઝાલા વગેરે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બોટાદ ખાતે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ હોય વેરાવળ પોલીસે નયના ઉર્ફે નનુ સંજય ચૌહાણ, મનસુખ ઉર્ફે મોરી મનજી ખસિયા, પ્રભા રણછોડ સોલંકી અને રામ ઉર્ફે જખરો, લખમણ જોગરાણા સહિત પાંચ ઈસમોનો કબજો મેળવી ને તેની તપાસ કરતાં તેની પાસેથી રૂપિયા 5.53 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે વેરાવળ પોલીસે કબજે લીધો હતો.

આ ઇસમોની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે, સોની બજારમાં કેમેરા વગરની દુકાન હોય ત્યાં પહોંચીને નાના દાગીના ની ખરીદી કરી અને બીજા મોટા દાગીના પછી લેવા આવશું આવી વાતો કરી અને વેપારીને વિશ્વાસ અપાવી અને વેપારીને વાતોમાં ભોળવી દાગીના જોવા લય સાચા દાગીના ની જગ્યાએ ઇમિટેશન ના ખોટા દાગીના મૂકી નાસી જતા હતા આ ગેંગને પોલીસે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!