GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:લાયન્સનગર (ગોકુળ) પ્રા. શાળામાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળામાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી


લાયન્સનગર ગોકુળ પ્રાથમિક શાળામાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના તથા લાયન્સનગર ગોકુળ પ્રાથમિક શાળા ના સભ્યો સ્ટાફ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ધ્વજવંદન સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા ના હસ્તે કરવામાં આવ્યું અને પુષ્પવૃષ્ટિ કરવામાં આવીઅને રાષ્ટ્રધ્વજનેબધા દ્વારા સલામી આપવામાં આવી અને શાળાના વિધાર્થીઓ
દ્વારા રાષ્ટ્રગીત અને વંદેમાતરમ્ ગીતો બોલવામાં આવ્યા અને રાષ્ટ્રીય નારા લગાવ્યા આ ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રમુખ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ખજાનચી લા મણિલાલ જે કાવર સભ્યો લા નાનજીભાઈ મોરડીયા લા પ્રાણજીવન ભાઈ રંગપડીયા પૂર્વ પ્રમુખ લા અમરશીભાઈ અમૃતિયા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે કે પરમાર અને લાયન્સનગર ગોકુળ પ્રાથમિક શાળાના આચાર્યા નૂતનબેન વરમોરા તથા સમગ્ર સ્ટાફ ગણ તથા લાયન્સનગરના વાલીઓ ની ઉપસ્થિતિ હતી ધ્વજવંદન કાર્યક્રમ પૂરો થયા બાદ બાલવાટિકા થી માંડી ધોરણ ૮ સુધીના જે વિધાર્થીઓ શાળા લેવલે લેવાતી કસોટીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના મેળવ્યા હોય તેવા વિધાર્થીઓ ને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને દરેક ૨૪૦ બાળકોને પણ બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ત્યારબાદ શાળાના બાળકો દ્વારા દેશભક્તિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા.


આમ આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો આ કાર્યક્રમ પૂરો થયે દરેક વિદ્યાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગરમાગરમ પફનો નાસ્તો કરાવવામાં આવ્યો આમ બે કાર્યક્રમો ૧) પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને ૨) બાળકોને નાસ્તો આપવામાં આવ્યો અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી એમ સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવે છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!