IDARSABARKANTHA

ઈડર રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળાના બાળકોના જીવ જોખમયા છે. ઈડર અંબાજી હાઈવે રોડ પર જંપ (સ્પીડ બ્રેકર)મૂકવા ઉગ્ર માંગ ઉઠી

સાબરકાંઠા…

ઈડર રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળાના બાળકોના જીવ જોખમયા છે. ઈડર અંબાજી હાઈવે રોડ પર જંપ (સ્પીડ બ્રેકર)મૂકવા ઉગ્ર માંગ ઉઠી છે. શાળામાં આવતા અને ચૂંટતા સમયે બાળકોની સલામતીને ધ્યાને રાખી શાળા પરિવાર દ્રારા જંપ મુકવા માંગ કરાઈ છે…

ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તાર ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના બાળકોના જીવ જોખમાયા છે જેનું મુખ્ય કારણ છે કે શાળાના આગળથી જ હાઈવે રોડ પસાર થાય છે જ્યારે શાળાના બાળકો પોતાના જીવના જોખમે હાઈવે રોડ ક્રોસ કરીને શાળામાં અભ્યાસ કરવા માટે અવર જવર કરતા હોય છે બાળકો જ્યારે શાળામાંથી ઘરે જવા માટે પરત નીકળતા હોય છે ત્યારે શાળાના આગળ જ લોડીંગ વાહનોના અડિંગા જોવા મળે છે આ વાહનોને કારણે હાઈવે રોડ પરથી પસાર થતા આવતા જતા વાહનો જોઈ શકાતા નથી જેને લીધે અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે આ હાઈવે પરથી દરરોજના હજારો વાહનો ખૂબ ઝડપે પસાર થતા હોય છે જ્યારે હાઈવે પર નથી કોઈ જંપ મૂકવામાં આવ્યો અને બાળકોને ન નથવાનું થાય તો જવાબદાર કોણ જ્યારે શાળાના આચાર્યએ હાઈવે રોડ પર જંપ મૂકવા માટે માર્ગ અને મકાન (સ્ટેટ) કચેરીમાં લેખિતમાં વારંવાર રજૂઆત કરી છે તો પણ જવાબદાર વિભાગ આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્યા છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!