GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર જિલ્લા સરકારી પુસ્તકાલય રૂ.૧કરોડના ખર્ચે સ્માર્ટ લાઇબ્રેરીમાં નિર્માણ પામ્યુ

લાઇબ્રેરીમાં ૭૦હજારથી વધુ પુસ્તકો, સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમ, સિનિયર સિટિઝન વિભાગ, આધુનિક કોમ્પ્યુટર સાથે ઈ-લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ

જામનગર જિલ્લા સરકારી પુસ્તકાલય રૂ.૧કરોડના ખર્ચે સ્માર્ટ લાઇબ્રેરીમાં નિર્માણ પામ્યુ.

આગામી તા.૬માર્ચના રોજ ઉદ્ઘાટન કરાશે

લાઇબ્રેરીમાં ૭૦હજારથી વધુ પુસ્તકો, સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમ, સિનિયર સિટિઝન વિભાગ, આધુનિક કોમ્પ્યુટર સાથે ઈ-લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ.

રિપોર્ટ પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર.

જામનગર તા.૫.માર્ચ,રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતઓ વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તકની સરકારી જિલ્લા પુસ્તકાલય– જામનગર તા. ૧૪-૦૩-૧૯૬૨ થી જામનગરની જાહેર જનતા માટે કાર્યરત છે. આ લાઈબ્રેરીને વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂા. એક કરોડના ખર્ચે સ્માર્ટ લાઈબ્રેરી બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે. તા. ૦૬-૦૩-૨૦૨૪ ને બુધવાર ના રોજ નવી બનેલ સ્માર્ટ લાઈબ્રેરી તથા ઈ-લાઈબ્રેરી નું ઉદ્ઘાટન સંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે સવારે ૧૦:૦૦કલાકે કરવામાં આવશે.

નવી બનેલી સ્માર્ટ લાઈબ્રેરીમાં શરૂ કરેલ સુવિધાઓ.

પુસ્તક આપે- લે વિભાગ આ વિભાગમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષાના ૭0,000 હજાર થી વધારે પુસ્તકો કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવેલ છે. વાચકોને વધારે પુસ્તકોનો ખજાનો
શોધવા કોમ્પ્યુટરમાં (OPAC) સીસ્ટમની સુવિધા.

વિદ્યાર્થી વાચનાલય વિભાગ વિદ્યાથીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ રૂમોની બેઠક વ્યવસ્થા.
તમામ ફર્નિચર નવું અને આધુનિક મૂકવામાં આવેલ છે ઉપરોકત રૂમમાં ૮,૦૦૦ થી વધારે સ્પર્ધાત્મક પરિક્ષાને લગતા પુસ્તકોની વ્યવસ્થા રાખવામાં આવી છે.

સંદર્ભ વિભાગ આ વિભાગમાં પી.એચ.ડી.તથા ઉચ્ચ અભ્યાસમાં સંસોધન કાર્યમાં મદદરૂપ થાય
તેવા ૨,૦૦૦ થી વધારે પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

બાળ વિભાગ નાના બાળકો માટે બાળ પુસ્તકો સાથે નવા ફર્નિચર ની વ્યવસ્થા ઉભી કળવામાં આવી છે.

સર્કિંગ ઝોન વિભાગ આધુનિક કોમ્પ્યુટર સાથે પુસ્તક-વાચન માટેની ઈ-લાઈબ્રેરીની વ્યવસ્થા.

સિનિયર સિટીજિન વિભાગ ૧૫ થી વધારે ન્યુઝ પેપર અને ૪૦ થી વધારે મેગેઝીન સાથે આરામદાયક ફર્નિચરની વ્યવસ્થા.એ.વી.રૂમ વિભાગ ૮૩” નું સ્માર્ટ ડીઝીટલ TV,AC સાથે સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમ ની વ્યવસ્થા રાખવામાં આવી છે.C.C.T.V. કેમેરા ૨૦ થી વધારે C.C.T.V. કેમેરાથી લાયબ્રેરી સુરક્ષિત કરવામાં આવેલ છે.પુસ્તકાલયના તમામ વિભાગોમાં આકર્ષિત દિવાલોમાં રંગરોગાન, પુરતી LED લાઈટો, પંખાઓ, R.O.પ્લાન સાથે પીવાના પાણી માટે ના કુલર ની વ્યવસ્થા, લાઈબ્રેરીના બહારના કમ્પાઉન્ડમાં સિમેન્ટ બાકડાઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. અત્યાધુનિક લાઇબ્રેરીની સુવિધાથી જામનગરના વિદ્યાર્થીઓ તેમજ વાચકોને ઘણો ફાયદો થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!