AHAVADANGGUJARAT

Dang: આહવા તાલુકાનાં એક ગામની મહિલાને પતિ દ્વારા મારઝૂડ કરાતા 181ની ટીમે સ્થળ પર પોહચી પતિને સમજાવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં એક નજીકનાં ગામમાંથી મહિલાને પોતાના પતિ દ્વારા અવારનવાર મારઝુડ કરાતા  ત્રાસથી કંટાળેલી પત્નીએ 181 મહિલા અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો.ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી મહિલાને સલાહ – સૂચન  આપીને પતિ પત્ની વચ્ચે સુખદ્ સમાધાન કરાવ્યુ હતુ.મળતી માહિતી મુજબ આહવા તાલુકાનાં નજીકના ગામમાં રહેતી પાણીતાને પતિ દ્વારા વારે ઘડીએ વ્યસનનાં  નશાની હાલતમાં મારઝુડ કરવામાં આવતી હતી.તેમજ પતિ દ્વારા ઘરમાં અવાર નવાર તોડફોડ કરવામાં આવતા પત્ની કંટાળી ગઈ હતી.ત્યારે પરિણીતાએ આખરે 181 મહિલા અભયમ હેલ્પ લાઈનમાં ફોન કરી પતિ વિરૂદ્ધ  ફરિયાદ દાખલ કરી હતી.જેથી ફોન મળતાની સાથે તુરંત જ 181 ટીમના નેહા મકવાણા કાજલ સોલંકી તેમજ પાઇલોટ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.અને પીડત મહિલાનું  કાઉન્સિલિંગ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે તેઓના પતિ કામ ધંધો કરે છે પરંતુ કમાઈ ને ઘરમાં આપતા નથી.અને  ઘરે આવે ત્યારે રોજ દારૂનો નશો  કરીને  ઘરે આવે છે.જેમાં ઘરમાં પૈસા આપતા નથી તેમ જ પત્ની સાથે ખરાબ વ્યવહાર વર્તન કરીને તેની સાથે મારઝૂડ કરતા હતા.તેમજ પીડિત મહિલા જણાવે છે કે લગ્નજીવનનાં 14 વર્ષ થયેલા છે.જ્યાં તેઓને બે સંતાન છે.પતિ દારૂનો નશો કરીને આવે છે તો ક્યારેક વહેમ રાખીને ઝઘડો કરી મારઝુડ કરતા હોવાથી પતિનું કાઉન્સેલિંગ કર્યું હતુ.બાદમાં ઘરેલુ હિંસા 2005 અધિનિયમ સમજાવી તેમજ કાયદાકીય માહિતી આપી ને પતિ પત્નીને સમજાવીને સુખદ સમાધાન કરાવેલ હોવાથી પીડિત મહિલાએ પણ 181 ટીમનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો..

Back to top button
error: Content is protected !!