GUJARAT

Khergam : આદિવાસી આક્રોશ સભામા ખેરગામ બજારનું ગટરના ગંદા મળમૂત્ર વાળું પાણીને બંધ કરવા તંત્રને દશેરાનું અલ્ટિમેટમ

ખેરગામ:આદિવાસી આક્રોશ સભામા ખેરગામ બજારનું ગટરના ગંદા મળમૂત્ર વાળું પાણીને બંધ કરવા તંત્રને દશેરાનું અલ્ટિમેટમ : *ધારાસભ્ય અનંત પટેલ*

ખેરગામ નગર 20 હજારની વસ્તી ધરાવે છે. જ્યાં સૌથી મોટી સમસ્યા માથાના દુખાવારૂપ બની હોય તો ગટરની સમસ્યા હોય છે. બજાર સ્થાનિકોએ આ બાબતે અનેકવાર રજૂઆત પણ કરી હતી. પરંતું બજાર વિસ્તારમાં શ્રીજી હોટલથી લઈ માંગણવાડ સુધીના વિસ્તારને ગંદા પાણીના નિકાલ માટે ગટર નાંખવા તાલુકા પંચાયતમાંથી ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને તા.૨૬/૧૨/૨૦૨૨ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ગ્રાન્ટ વરસાદી પાણીના નિકાલ માટે ફાળવવામાં આવી હતી પરંતુ જેમાં જૂની ગટરમાં ગેરકાયદેસર રીતે જોડાયેલા શૌચાલય ના સીધા જોડાણો નવી ગટર લાઈનમાં જોડી દેવામાં આવ્યા હતા જે કાયદેસર ના કરી આપ્યા હોય એવું જણાય આવે છે ગટરના રીપેરીંગ માટે ગટર સમિતિ દ્વારા ગ્રામ પંચાયત પાસે કોઈ પરવાનગી લેવામાં આવી નથી આ ગટરમાં 180 કનેક્શન જોડાણ ની માહિતી ગટર સમિતિના પ્રમુખ દ્વારા ગ્રામ પંચાયત ખેરગામને આપવામાં આવી હતી આ 180 ઘરોને સાચવવા આખું ખેરગામ બજાર બદનામ થઈ રહ્યું છે એવી લોક ચર્ચા ઉઠી રહી છે બજારમાં રહેતા ઘણા ઘરોમાં પોતાના શોષકૂવા અને સેફ્ટી ટેન્ક બનાવવામાં આવ્યા હોય તો બજારમાં રહેતા આ 180 કનેક્શનના શૌચાલયના મળમૂત્ર વાળા ગંદા પાણી સીધા ગટર લાઇનમાં છોડી મૂકવામાં આવે છે જેની સીધી અસર વોર્ડ નંબર 3 13 અને 16 માં આવતા સીધું પાણી દાદરી ફળિયા બાવળી ફળિયા વાવ અતુલ ફળિયાના આશરે ચાર હજારથી વધુ લોકો ભોગવી રહ્યા છે અસરગ્રસ્તો દ્વારા ગ્રામસભામાં વારંવાર આ બાબતે ચર્ચા કરી આ મળમૂત્ર વાળું ગંદુ પાણી બંધ કરવા માટે ઠરાવો કરવામાં આવ્યા તથા તાલુકા પંચાયત ખેરગામને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર જાણે બજારના લોકોનો અહમને સંતોષવા હજારો આદિવાસીઓના સ્વાસ્થ્યનું બલિદાન માંગી રહ્યું હોય એવું પ્રતીક થાય છે તંત્ર પ્લાન્ટની જગ્યા માંગે છે ત્યારે એ જણાવો ખૂબ જરૂરી છે કે ખેરગામને આવરી લઈ એવી આજ સુધી કોઈ જમીન સ્થળ પર ડ્રેનેજ નેટવર્કનું અસ્તિત્વ જ નથી તો આ પ્લાન્ટ શું 180 કનેક્શન લાઇન પૂરતો જ સમિટ રહેવાનું છે.
તંત્રથી હારીને અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ જ્યારે આદિવાસી નેતા માનનીય ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલને જન આક્રોશ સભા દુર્ઘટ યુક્ત મળ-મુત્રવાળું પાણી બાબતે જાણ કરતા ધારાસભ્યશ્રીએ તંત્રને ચીમકી ઉચ્ચારી દશેરા સુધીમાં આ ગટરની સમસ્યાનો નિરાકરણ લાવવાની હક્કલ કરી હતી જો આ સમસ્યાનો સમાધાન ન થાય તો આ ઘટનાને પૂરી દેવાની સમગ્ર આદિવાસી અસરગ્રસ્ત સાથે ભેગા મળી ગટરને પૂરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી આ સભામાં સરપંચશ્રી ઝરણાં પટેલ માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ પટેલ માજી સરપંચ ધર્મેશભાઈ પટેલ (બહેજ) તાલુકા સભ્ય સુભાષભાઈ પટેલ તાલુકા સભ્ય વિભાબેન પટેલ મહા રૂઢિગામ સભા ના અધ્યક્ષ રમેશભાઈ, નવસારી પ્રમુખશ્રી શૈલેષ ભાઈ, જય પટેલ આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખશ્રી અને છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ.નીરવ પટેલ,ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ મહા રૂઢિગ્રામ સભા ઉપાધ્યક્ષ ડૉ.અનિલ પટેલ, ભારતમાલા પ્રોજેક્ટ વિરોધી સઘર્ષ સમિતિ પ્રમુખશ્રી પિન્ટુ ભાઇ, ખેરગામ તાલુકા પ્રમુખશ્રી સશીન પટેલ,તુષાર પટેલ,સુભાષ પટેલ,ખેરગામ માજી સરપંચશ્રી અશ્વિન ભાઈ, ગામના આગેવાનો અને આદિવાસી સમાજ ના હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા*

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!