તા.૨૫.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તાર માંથી પીડિતાને ભત્રીજા દ્વારા હેરાન થતા મહિલાની વ્હારે અભયમ લીમખેડા મદદે
લીમખેડા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તાર માંથી પીડિતા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન મા કોલ કરી મદદ માંગી જણાવેલ કે તેમના દિયર નો દિકરો અપશબ્દો બોલી ડાકણ કહી મારપીટ કરવાની ધમકી આપી છે જેથી અભયમ ટીમ લીમખેડા ઘટના સ્થળે પહોંચી અને પિડીતા ને આશ્વાસન આપી દિયર નો દીકરો એટ્લે કે ભત્રીજા ને કાયદાથી માહિતગાર કરેલ કે આ રીતે હેરાનગતી કરવી એ ગુનો બને છે.કાઉન્સિલિગ કરતા જણાવા મળ્યું કે તેમના દિયર ના છોકરા તેમના ધર નજીક આવી ને અપશબ્દો બોલી અને ડાકણ કહી મારપીટ કરવાની ધમકી આપે છે તેમ પિડિતા જણાવેલ જેથી 181 ટીમ દ્વારા બંને પક્ષોની ડાકણ જેવા આક્ષેપ લગાવી અને મારપીટ કરવાની ધમકી આપવી તે ગુનો બને તે વિશે ની સમજ આપી જેથી તેમના દિયર અને તેમના દિકરા એ પોતાની ભુલ સ્વીકારી અને હવે પછી બીજી વાર આવી ભુલ નહીં થાય તેની બાંહેધરી આપેલ છે જેથી બંને પક્ષોની અસરકારક કાઉન્સિલ કરી બંને પક્ષોની સંમતીથી સમાધાન કરેલ છે જેથી પિડીતાના સમસ્યાનુ સુખદ નિરાકરણ કરી કરેલ છે જેથી પિડીત મહિલા 181 મહિલા હેલ્પલાઇન ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો…