GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નહેરૂ ગેટ ચોકમાં ઉજવણી કરાઇ

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નહેરૂ ગેટ ચોકમાં ઉજવણી કરાઇ

ગુજરાત વિધાનસભાના અંદાજપત્રમાં રાજ્યની સાત નગર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમાં મોરબી નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યાની જાહેરાત થતા મોરબી જીલ્લા ભાજપ દ્વારા નહેરૂ ગેટ ચોક ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કાંતિ અમૃતિયા દ્વારા જણાવાયું હતું કે મોરબીને કોર્પોરેશનનો દરજ્જો મળતા મોરબીમાં વિકાસ કામોને અત્યંત ગતિ મળી જશે. આજુબાજુના ગામડાઓનો મૌડા માં સમાવેશ કરવામાં આવશે જેથી સરકારી જમીન મોરબીને મળશે જેમાં બાયપાસ રોડ , બાગ બગીચા, ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો થશે શહેરમાં પહોળા રોડ-રસ્તાના કામો થશે તેમજ કોર્પોરેશન થતા મોટા સેક્રેટરી લેવલના અધિકારીઓની અને એન્જીનીયરોની નિમણુંક થશે જેનો સમગ્ર મોરબી જીલ્લાને ફાયદો મળશે.

વધુમાં કાંતિ અમૃતીયાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૩ માં મોરબીને જીલ્લાનો દરજ્જાની સાથે કોર્પોરેશન અને મૌડાનો દરજ્જો મળવાનો હતો પરંતુ ખોટી અફ્વાઓમાં આવી શહેરી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હિસાબે વિરોધ કરી ગેરમાર્ગે દોરી મોટું નુકસાન કરી બેઠા હતા. ત્યારે હવે સર્વ સમંતિથી મોરબીને કોર્પોરેશનનો દરજ્જો મળ્યો છે થોડા ઘણો ટેક્સમાં વધારો થશે પરંતુ સામે ઘણા ફાયદા થશે જેમ કે કેન્દ્ર તથા રાજ્ય સરકારની વધારાની ગ્રાન્ટ મળશે જેની ઉપયોગ વિકાસના કામોમાં થશે જેથી સમગ્ર મોરબી જીલ્લામાં વિકાસને વધુ ગતિ મળશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!