અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં દારૂની લાઇન ચલાવતા 5 જેટલા વહિવટદારો એ નામચીન બુટલેગર સાથે પાડોશી આંતરરાજ્યમાં મીટીંગ યોજી..? ચર્ચાઓ ચારે કોર ફેલાઈ
અરવલ્લી જિલ્લામાં દારૂની લાઇન ચાલતી હોવાની અને વહીવટદારો એનો વહીવટ ચલાવતા હોવાના છેલ્લા ઘણા સમયથી આક્ષેપો ઉઠ્યા છે.થોડા દિવસ પૂર્વે પોલીસમાં ફરજ બજાવતો અને ફરજ મુક્ત થયેલ એક કર્મચારી,એક પત્તરકાર સહિત 5 જેટલા વહિવટદારો તાજેતરમાં જેલમાંથી મુક્ત થયેલ એક નામચીન બુટલેગર સાથે આંતરરાજ્યમાં મીટીંગ યોજી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.એક પત્તરકાર મુખીયો બની અન્ય પત્રકારોના નામે મોટી રકમનો દર મહિને હપ્તો વસુલતો હોવાની લોક ચર્ચાએ વેગ પકડ્યો છે.આ બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અજાણ પણ હોય શકે..? પરંતુ ભૂતકાળમાં જે પોલીસ અધિકારીઓ અને કર્મચારી આવા લુખ્ખા તોડબાજ તત્વો સામે સરેન્ડર નથી થયા,તો તેમને ફેરાન કર્યા હોવાનું પણ જગ જાહેર છે.પોલીસ અને પત્રકાર મિત્રો માટે આવા આક્ષેપો લાલ બત્તી સમાન હોય.નીડર અને નિષ્પક્ષતા દાખવી સત્યતા સામે આવે તો ખુલ્લા પાડવામાં આવે કારણકે હવે જાગૃત નાગરીકો પણ સોસીયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી આવા તોડબાજો સામે પોસ્ટ વાયરલ કરી સવાલો ઉઠાવી રહ્યા છે.