GUJARATJETPURRAJKOT

Rajkot: મતદાન જાગૃતિ અર્થે રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે ફ્લેશ મોબ યોજાઈ

તા.૨૩/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ડાન્સ ગરબા દ્વારા અવશ્ય મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાવા સંદેશ અપાયો

Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ પાર્ટીસિપેશન એન્ડ ઇલેક્ટોરાલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અવનવી રીતે મતદાતા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજકોટના હૃદયસમા ગણાતા કાલાવડ રોડ સ્થિત ક્રિસ્ટલ મોલ ખાતે ૬૯ રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત મામલતદારશ્રીની કચેરી દ્વારા મતદાર જાગૃતિ અર્થે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફ્લેશ મોબ એ લોકોનું જૂથ છે, જે જાહેર સ્થળે અચાનક ભેગા થાય છે અને થોડા સમય માટે પરફોર્મ કરે છે અને પછી ઝડપથી વિખેરાઈ જાય છે. મનોરંજન કે કલાત્મક અભિવ્યક્તિ માટે ફ્લેશ મોબ કરવામાં આવે છે.

૧૦ જેટલા યુવા ડાન્સરોએ લોકપ્રિય ગીત પર ફ્રી સ્ટાઇલ ડાન્સ અને ગરબાના ઉર્જાસભર અને જાજરમાન પરફોર્મન્સ દ્વારા ફ્લેશ મોબ કરીને લોકોને આકર્ષ્યા હતાં. કલાકારો સાથે ઉપસ્થિત વયસ્કો, બાળકો તમામ જોડાઈને ‘મતદાન છે મહાદાન’ ગરબાના તાલે ઝૂમ્યા હતા. ત્યાર બાદ આસી. કલેકટર શ્રી નિશા ચૌધરીએ મતદાનની આવશ્યકતા સમજાવીને તમામને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી. એન્કર શ્રી કપિલભાઈ જોષીએ ઉપસ્થિત લોકોને મતદાનના સમય સ્થળ વગેરેની માહિતી આપી હતી તેમજ ઉપસ્થિતોને મતદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

કાર્યક્રમ નિમિત્તે મોલમાં મતદાતા જાગૃતિ સંદેશ આપતા વિવિધ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા તેમજ #voteforsure સેલ્ફી પોઇન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

મતદાતા જાગૃતિ માટે સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને અધિક ચૂંટણી અધિકારી શ્રી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મામલતદારશ્રી એમ. ડી. શુક્લ, નાયબ મામલતદારશ્રી આર.ડી.જાડેજા અને સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!