AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વરસાદ ધીમુ પડતા ફરી જનજીવન ધબકતુ થયુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસ સુધી અનરાધાર વરસાદ પડતા લોકમાતાઓ ગાંડીતુર બની હતી.ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકતા અંબિકા,પૂર્ણા, ગીરા અને ખાપરી નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરી બન્ને કાંઠે વહેતી થઈ હતી.જેના પગલે 15 થી વધુ કોઝવેકમ પુલો પર પાણી ફરી વળતા 30 થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા હતા.સાથે આહવા-સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ ભેખડો ધસી પડતા માર્ગ બંધ થયો હતો.તેવામાં માર્ગ મકાન વિભાગ દ્વારા રાત દિવસનાં જહેમત બાદ આહવા-સાપુતારા માર્ગ ફરી યાતાયાત કરાયો છે.ડાંગ જિલ્લામાં સતત બે દિવસ સુધી પડેલ અનરાધાર વરસાદનાં પગલે નદી, નાળા અને જલધોધ પાણીની આવક સાથે ખીલી ઉઠ્યા છે. આજરોજ ડાંગ જિલ્લાનાં સુબિર પંથકમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો.જ્યારે સાપુતારા, આહવા અને વઘઇ પંથકમાં વરસાદી જોર ધીમુ પડતા ગતરોજ ગરક થયેલ તમામ કોઝવેકમ પુલો પરથી પાણી ઓસરી ગયા હતા.ડાંગ જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદે પોરો ખાતા જનજીવને હાશકારો અનુભવ્યો હતો.ગિરિમથક સાપુતારા સહિત વઘઇનાં ગીરાધોધ ખાતે શનિવારે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.શનિવારે હળવા વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલને લઈને સાપુતારાની તમામ હોટલો,હોમસ્ટે,ટેન્ટ સિટીઓ હાઉસફુલ થઈ જવા પામી હતી.શનિવારે હળવા વરસાદી માહોલ અને ધૂમમ્સીયા વાતાવરણમાં પ્રવાસીઓએ બોટીંગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 14 મિમી,વઘઇ પંથકમાં 14 મિમી,સાપુતારા પંથકમાં 11 મિમી જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં 41 મિમી અર્થાત 1.64 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!