AHAVADANGGUJARAT

Dang: ડાંગનાં વઘઈનાં ઉમરાખાડી નજીકના જંગલમાં અચાનક દવ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડેન

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના ઉમરાખાડી નજીકના જંગલમાં અચાનક દવ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અને વન વિભાગનાં અધિકારીઓ દવ ઉપર કાબુ મેળવવા માટે દોડાદોડી કરતા નજરે પડ્યા હતા.ડાંગ જિલ્લાનાં જંગલ વિસ્તાર વધુ હોવાથી અવારનવાર દવ લાગવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.ત્યારે ફરી એકવાર ડાંગ જિલ્લામાં દવની ઘટના સામે આવી છે. વઘઇ તાલુકાના ઉમરાખાડી નજીકના જંગલમાં અચાનક દવ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણથી ચાર કલાક સુધી દવ નો પગ પસારો જોવા મળી રહ્યો છે.જેના કારણે મોટા પાયે નુકશાન થવા પામ્યુ હતુ.ત્યારે વઘઇ રેંજનાં આર. એફ.ઓ ડી.કે.રબારીની ટીમે દવ ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.ઉમરાખાડી નજીકના જંગલ વિસ્તારમાં ભયાનક દવના પગલે જંગલની વનસ્પતિ અને સૂકા ઝાડ બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. આ દવને કાબુમાં લેવા માટે વન વિભાગના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.જો કે ઘણી જહેમત બાદ વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફે લાગેલ દવને કાબુમાં લીધો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!