ઝઘડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિમા સામાન્ય સભા મળી.
સાધારણ સભામાં ભાજપના જ આગેવાનો દ્વારા મામલતદાર કચેરીમાં રાશનકાર્ડના કામમાં તથા આધારકાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો
આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, તાલુકા વિકાસ અધિકારી હ, મામલતદાર સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલિપ વસાવા દ્વારા ગોચરની જમીનના પ્રશ્નો, ધારા ધોરણ વગર ચાલતા ખોદકામ તેમજ રેતી અને સિલિકામાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા. ભાજપના જે ક આગેવાન હિરલ પટેલ દ્વારા એવો સંસનીખેજ આક્ષેપ ઝઘડિયા ના વહીવટી તંત્ર પર કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા રાશનકાર્ડ કેવાયસી તેમજ આધારકાર્ડ માટે લોકો પાસેથી પૈસા લેવા આવતા હોવાના ભાજપ અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા ઝઘડિયા મામલતદારને ટકોર કરી જો એવો કોઈ બનાવ બન્યો હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જે કામ મંજૂર કરવામાં આવે છે એ મંજૂરી લેટર પણ તાલુકા પંચાયતના સભ્યોને આપવામાં આવતા નથી એવી રજૂઆત કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવાની ખાતરી આપી હતી અને આ રીતે સામાન્ય સભા સંપન્ન થઈ હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી