DAHODFATEPURA

આનંદાલય દ્વારા ચિંતન ફાર્મ, કુકમા ખાતે ત્રિદિવસીય કાર્યશાળા યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

આનંદાલય એ ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત સંગઠન છે. ગત તા. 22 – 23 – 24 સપ્ટેમ્બર 2023ના રોજ આનંદાલય દ્વારા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમાના સહયોગથી ચિંતન ફાર્મ ખાતે કાર્ય સાધકો માટે ત્રિદિવસીય કાર્યશાળા યોજાઈ ગઈ..
સમગ્ર કચ્છ – સૌરાષ્ટ્રમાંથી આવેલા આ 23 સહભાગીઓ સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે, કોઈ જાતનાં પ્રમાણપત્રની અપેક્ષા વિના સ્વખર્ચે કાર્યશાળામાં સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી જોડાયા..
સહભાગીઓમાં શિક્ષકો, અધ્યાપકો ઉપરાંત ગૃહિણી, માજી સરપંચ, બેંક ઓફીસો, સામાજિકો અને અન્ય વ્યવસાયીકો પણ હતા. આ સહભાગીઓ સ્વસુધારણા, ચારિત્ર્ય નિર્માણ, સહસર્જન, કર્મયોગ, મોજીલો પરિવાર, કર્તવ્યબોધ, હું જ મારો સર્જનહાર, આત્મબોધ વગેરે વિષયોનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમજ આનંદાલયની ભાવિ પ્રકલ્પોની ચર્ચા કરી તેમ જ પોતે આ યજ્ઞમાં શું યોગદાન આપશે તેનું પણ આયોજન કર્યું..
આવેલા સહભાગીઓએ વંદે માતરમ્, L.L.D.C. મ્યુઝિયમ, ખમીર અને લેરની મુલાકાત લીધી હતી, તથા યજમાન સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જોઈ અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનોજભાઇ સોલંકી પાસેથી ટ્રસ્ટના પ્રકલ્પો વિશે માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું, અને ટ્રસ્ટની પ્રવૃત્તિ પર બનેલ ફિલ્મ “જાગ્યા ત્યારથી સવાર” નિહાળી. નિરાલીબેન ઝંખારિયાએ આ શિબિરના મુખ્ય સંયોજિકા તરીકે સેવાઓ આપી, ઉત્પલાબેન વૈદ્ય આ શિબિરના મુખ્ય માર્ગદર્શન રહ્યાં, મનીષાબેન ગોધાણીએ આ શિબિરમાં શિબિર નિરીક્ષક તરીકે સેવા આપી, યોગેશભાઇ પોટા આ વર્ગના વર્ગાધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા, પૂર્વીબેન ઉપાધ્યાયે આ વર્ગના મહાપ્રબંધક તરીકે સેવા આપી, સતીષભાઇ તેમ જ પ્રતિકભાઈ ચૌહાણ આ શિબિરના ફેસિલિટેટર તમેજ સંરક્ષક તરીકે સેવાઓ આપી. આ શિબિરમાં આનંદાલયના સંયોજક અતુલભાઈ ઉનાગર ઉપસ્થિત રહ્યા હતા.
સ્વયં પ્રેરણાથી નિસ્વાર્થ ભાવે અને કોઈપણ અપેક્ષા વગર સ્વખર્ચે ઉપસ્થિત રહેલા સહભાગીઓએ શીખેલી બાબતોને આચરણમાં મૂકવાના દૃઢ સંકલ્પ સાથે શિબિર પૂર્ણ થઈ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!