AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાજ્યમાં વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં માવઠું થવાની શક્યતા રહેશે. આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અુનાસાર  અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, તાપી, નર્મદા, છોટા ઉદેપુર તેમજ સુરત-ભરૂચ-તાપી-નર્મદામાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે જોકે, પાંચ દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. આ ઉપરાંત આગામી 2-3 દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં આંશિક વધારો અનુભવાશે. આ પછીના 4-5 દિવસ લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. અમદાવાદમાં 19.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો જ્યારે આજે 27.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગત રાત્રિએ નલિયામાં 14.4 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!