GUJARATJETPURRAJKOT

Rajkot: ‘રાજકોટ તાલુકાના સાતડામા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં લાભાર્થીઓને ઘરઆંગણે મળ્યો આયુષ્યમાન કાર્ડનો લાભ

તા.૧૪/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ડ્રોન તથા સોઈલ હેલ્થકાર્ડ પ્રદર્શન યોજાયું, ગ્રામજનો બન્યા માય ભારત સ્વયંસેવક

Rajkot: વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત રાજકોટ તાલુકાના સાતડા ગામના લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના ઘરઆંગણે લાભ આપવા રથ-૧ આવી પહોંચ્યો હતો જેનું લોકો દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું સાથે વિવિધ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તથા અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે આરોગ્ય કેમ્પ યોજાયો હતો, જેમાં ટી.બી, સિકલસેલ એનીમિયા સહ ગ્રામજનોના સમગ્ર આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી હતી. સરકારશ્રીની આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની કહાની રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ખાસ ડ્રોન તથા સોઈલ હેલ્થ કાર્ડ અંગે પ્રદર્શન યોજાયું હતું. ગ્રામજનો માય ભારત સ્વયંસેવક તરીકે નોંધણી કરાવી હતી.

મહત્વનું છે કે, આ ગામમાં ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતોમાં જલજીવન મિશન તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે. તદુપરાંત ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સ્થાનિક રમત ગમતની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં સરપંચ શ્રી વાલાભાઈ ખડા, એમ.પી.એચ.ડબલ્યુ હિતેશ નીમાવત, તલાટી કમ મંત્રીશ્રી કે. બી. લાવડીયા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!