વાત્સલ્યમ ન્યૂઝ, બળવતસિંહ ઠાકોર,વિસનગર
વિસનગર તાલુકામાં વાલમ ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ વાલમ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં અરજદારોની વિવિધ ૧૨૦૯ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડમાં ઈ-કેવાયસી બાબતે, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા અંગે, આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે, મિલકત આકારણીના ઉતારા માટે, રેશનકાર્ડમાં સુધારા કરવા માટે, આવકના દાખલા માટે, પી.એમ.જે.વાય. કાર્ડ માટે, રસીકરણ માટે, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૧૨૦૯ અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો.
નોંધનીય છે કે, રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર સત્વરે નિરાકરણ આવી રહ્યું છે. લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે.