GUJARATHALOLPANCHMAHAL

ઘોઘંબાના પાંચપથરા ગામે 30 લાખ રૂપિયાનો વિદેશી દારૂની ડિલિવરી આપવા આવેલો આઇસર ટેમ્પો જિલ્લા એલસીબીએ ઝડપી પાડયો ,પોલીસે ચારની અટકાયત કરી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩.૮.૨૦૨૩

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાંચ પથરા ખાતે ડિલિવરી આપવા આવેલા 30 લાખ રૂપિયાનાં ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ને ગુનેશિયા ગામે થી પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. આઇસરમાં ભરીને લાવવામાં આવતા આ દારૂના વિપુલ જથ્થાને નાકાબંધી કરીને પકડી પાડવામાં આવ્યો છે. દારૂ ના જથ્થા સાથે પોલીસે ચાર ઈસમો ની અટકાયત કરી છે.પંચમહાલ જિલ્લા એલસીબી ને બાતમી મળી હતી કે સુરત પાર્સિંગની એક હ્યુન્ડાઇ એસેન્ટ કાર ના પાયલોટિંગ સાથે આઇસર ટેમ્પામાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઘોઘંબા તાલુકાના પાંચ પથરા ગામે ઉતરવાનો છે.જિલ્લા એલસીબી આ અંગે હાલોલ વોચ ગોઠવી હતી અને હાલોલ થી આ એસેન્ટ ગાડી સાથે આઇસર ટેમ્પો નીકળ્યો હોવાની ખાતરી થતા જિલ્લા એલસીબી એ ગુણેશિયા પાસે ગોઝારીયા ખાતે આવેલ શ્રી ગુરુકુપા આદિવાસી આશ્રમશાળા ની સામે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.અને બાતમી મુજબ ની હ્યુન્ડાઇ કાર અને આઇસર આવતા તેમાં તપાસ કરતા આઇસર ટેમ્પામાંથી 30 લાખ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસને ટેમ્પામાંથી રોયલ બ્લુ નામના ભારતીય બનાવટ ના દારૂ ની 625 પેટી જેમાં 30 હજાર નંગ કવાર્ટરીયા, આઇસર ટેમ્પો, એસેન્ટ કાર, છ નંગ મોબાઈલ ફોન,વગેરે મળી 40 લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.પોલીસે જથ્થા સાથે મધ્યપ્રદેશના બે આરોપી રાકેશ બાબુલાલ ઇટાવડીયા અને કમલ બદરી લાલ રાવત સાથે કચ્છના નખત્રાણાના એક આરોપી નરેશભાઈ બાબુભાઈ પટેલ અને આ દારૂનો જથ્થો મંગાવનાર પાંચ પથરા ગામના રાઠવા ફળિયામાં રહેતા રમેશભાઈ રણછોડભાઈ રાઠવા ની ધરપકડ કરી છે.જ્યારે મધ્ય પ્રદેશ ના ઈદરીશભાઈ હનીફ પઠાણ અને ગોવાના દેવેન્દ્રભાઈ જયસ્વાલ ની પોલીસે તપાસ હાથ ધરી છે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!