LIMBADISURENDRANAGAR

લીમડી તાલુકાના સૌકા ગામે જુગારધામ ચલાવનાર શખ્સનો પોલીસ પર ગંભીર આરોપ

તા.07/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મને કોઈ લેખિત અરજી મળી નથી,- ઇન્ચાર્જ એસપી એચ.પી.દોશી

સુરેન્દ્રનગરમાં જુગારધામ ચલાવનાર શખ્સનો પોલીસ પર ગંભીર આરોપ, 20 લાખ રૂપિયાનો હપ્તો આપવાની ના પાડતા દરોડા પાડ્યા હતા સુરેન્દ્રનગરના સૌકા ગામમાં જુગારધામ ચલાવનાર વ્યક્તિએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા મળતી જાણકારી અનુસાર,જુગાર ધામના સ્થળ પરથી સ્થળ પરથી ફાયરિંગ કરેલ એક કાર્ટીસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પીએસઆઇ એમ બી પઢીયાર દ્વારા જુગારધામ ચલાવનારા સૌકા ગામના નવદીપસિંહ ઝાલા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો પણ આપેક્ષ કરવામાં આવ્યો છે.સૌકા ગામમાં જુગારધામ ચલાવનાર વ્યક્તિએ એસઓજી પીએસઆઇ પઢિયાર અને એસઓજી કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા પર ગંભીર આરોપ લગાવ્યા હતા પીએસઆઇ પઢિયાર અને કોન્સ્ટેબલ હરદેવસિંહ મોટા હપ્તા લેતાં હોવાનો આરોપ લગાવ્યો હતો જુગારધામ ચલાવનાર વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે સૌકા ગામે ગુડદી પાસાનો જુગાર ચલાવવા છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દર મહિને 12 લાખનો હપ્તો લે છે જોકે બાદમાં 12 લાખના બદલે 20 લાખ રૂપિયાનો હપ્તો આપવાનો ઇનકાર કરતા પોલીસે દરોડા પાડ્યા હોવાનો પણ તેણે આરોપ લગાવ્યો હતો સાથે એસઓજી પીએસઆઇ પઢિયાર અને કોન્સ્ટેબલ હરદેવસિંહને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી થોડા દિવસો પહેલા સૌકા ગામની સીમમાંથી LCB પોલીસે ૩૮ જુગારીઓને રોકડ સહિત કુલ રૂ. ૨૮. ૭૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!