GUJARATMULISURENDRANAGAR

મુળીના દુધ‌ઈ ફીડરમા લોવોલ્ટેજ ધાધીયાથી ખેડૂતો પરેશાન

તા.26/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

એક જ ફીડરમા ૪૩૦ ટ્રાન્સ ફોર્મરના કારણે ફકત 250 વોલ્ટેજ મળે છે.

મુળી તાલુકાનાં દુધ‌ઈ ફીડરમા સરલા એસ.એસ.થી પાવર સપ્લાય થાય છે અને મોટામાં મોટું ફીડર દુધ‌ઈ હોય જેમાં 430 ટ્રાન્સફોર્મર કનેક્શન આવેલ હોય ત્યારે વિજ લોડ 268 જેટલો હાઈ રહેતો હોય ખરેખર આટલો લોડ આખા એસ.એસ.નો હોય ત્યારે ફકત આ એક જ ફીડરમા લોડ જોવા મળેછે જેથી ખેડૂતો ને મોટર બળી જવી જંપર બળી જવા સાથે આશરે દશ દશ સતત ટ્રીપ આઠ કલાકમાં રહે છે ખેડૂતોને હાલ વરસાદ ખેંચાતા પીયત માટે પાણીની ખાસ જરૂર પાકને હોય ત્યારે જ વિજ ધાધિયાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ખેડૂતો મુળી વિજ કચેરીએ રજુઆત માટે દોડી ગયા હતા અને મુળી વિજ અધિકારી ઝાલા સાહેબને રૂબરુ રજુઆત માટે ખેડૂતો જોરૂભાઈ જાદવ જોરૂભાઈ કરપડા ખુમાનસંગ ડોડીયાએ જણાવ્યું હતું કે સરલા એસ.એસ.મા ઓછો વિજ લોડ ફકત ખંપાળીયા ફીડરમા ૭૨ આવે છે અમારે દુધ‌ઈ ફીડરમા 268 આવે છે તો તાત્કાલિક 30-40 ટ્રાન્સ ફોર્મરને આ ખંપાળીયા ફીડરમા જોઈન્ટ કરવામાં આવે અન્યને ટિકર ફીડરમા જોઈન્ટ કરવામાં આવે તો જ વિજપાવર સંતોષ કારક મળી રહે તેમ છે ત્યારે ઝાલા સાહેબ દ્વારા સર્વે કરવા માટે હાલ સુચના આપવામાં આવેલ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વિજ અધિકારી રાવલ સાહેબને પણ રજુઆત કરવામાં આવી છે તેઓએ પણ ખેડૂતોને હૈયાધારણ આપી છે તો તાત્કાલિક આ રીતે ખંપાળીયા ફીડરમા જોઈન્ટ કરવામાં આવે તો જ દુધ‌ઈના ખેડૂતો ઉભો પાક બચાવી શકાશે તેવી ભંયકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો સોમવાર સુધીમાં વિજ પુરવઠો પુરો પાડવામાં નહીં આવે તો ખેડૂતો ચિમકી ઉચ્ચારિ છે કે મંગળવારના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો મુળી વિજ કચેરી ખાતે ઉમટી પડશે અને ગાધી ચિધ્યા માર્ગે આંદોલન કરવું પડશે એનો મુડ પણ ખેડૂતોએ બનાવી લિધો છે તેમ જણાવ્યું હતું.

Related Articles

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!