GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાનુ શકિતપુરા ગામ ની પંચાયતમા ઘ્વજ સ્તંભ ના અભાવે રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી ન કરાતા ચકચાર.

તારીખ ૧૬/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ગ્રામ પંચાયત ને બદલે દર વર્ષે મંદિરમાં અને પ્રાથમિક શાળામાં જ રાષ્ટ્રિય પર્વ ની ઉજવણી થાય છે

રાષ્ટ્રીય પર્વ એટલે કે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તેમજ ૧૫ મી ઓગસ્ટ આઝાદીનો દિવસ એમ બે પર્વને રાષ્ટ્રીય પર્વ તરીકે સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે ખાસ કરીને આ પ્રસંગે નાગરિકોને પણ હવે પોતાના ઘરે ધંધાના સ્થળે કેટલાક નિયમો ને આધીન રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવી છે આ ઉપરાંત જાહેર સ્થળોએ, શાળા, મહાશાળામાં, પ્રાથમિક શાળામાં પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. સરકારી કચેરીમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં દરેક અધિકારીઓએ ફરજિયાત પણે હાજર રહેવાનું હોય છે ત્યારે કાલોલ તાલુકાની શક્તિપુરા ગ્રામ પંચાયત ખાતે ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આઝાદીના દિવસે ધ્વજ વંદન કરવામાં આવ્યું નથી તેવી માહિતી મળી રહી છે આ ગામના સરપંચ દિનેશભાઈ બલાઈ ને ટેલીફોનિક સંપર્ક કરી પૂછતા જણાવેલ કે ગામમાં તેઓ સરપંચ તરીકે નવા છે તેઓ મઘ્ય પ્રદેશથી વિસ્થાપિત થઈને આવેલા છે. ડેપ્યુટી સરપંચને ધ્વજ વંદન બાબતે તેઓએ પૂછપરછ કરી હતી ત્યારે ડેપ્યુટી સરપંચે જણાવેલ કે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ગ્રામ પંચાયત પાસે કોઈ સ્થળ (ઘ્વજ સ્તંભ ) નથી એટલે આપણે દર વર્ષે મંદિરમાં અને પ્રાથમિક શાળામાં જ ધ્વજ વંદન કરીએ છીએ જેથી ગ્રામ પંચાયત ખાતે કોઈ ધ્વજવંદનનો કાર્યક્રમ કરી શકાયો નથી. વધુમાં સરપંચ દિનેશભાઈ જણાવે છે કે તાલુકા પંચાયત દ્વારા પણ તેઓની સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતનું બાકી લાઈટ બિલ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેઓને ધમકી આપવામાં આવેલી અને જો લાઈટ બિલ નહીં ભરાય તો સરપંચ તરીકે તેઓને બરખાસ્ત કરી દેવામાં આવશે તેમ જણાવેલું જેથી દિનેશભાઈએ લોકો પાસેથી પૈસા ઉઘરાવીને લાઈટ બિલ ભર્યું હતું. મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત પણ તેઓએ સ્વ ખર્ચે કાર્યક્ર્મ કરેલ. વધુમાં ગ્રામ પંચાયતના અન્ય સભ્યો તેઓને કોઈપણ જાતનો સહકાર આપતા નથી તેવુજણાવેલ છે. ત્યારે સર્વ રીતે વિકસિત થયેલા ગુજરાત રાજ્ય મા અને પંચમહાલ જીલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાલોલ તાલુકાના શક્તિપુરા ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે ધ્વજ વંદન કરવા માટેનું પ્લેટફોર્મ (ઘ્વજ સ્તંભ )પૂરું પાડશે કે બનાવી આપશે કે કેમ.?

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!