AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

પૂર્વી આર્ટ થીએટર સ આયોજીત ” વિવિધ ક્ષેત્ર ના વ્યક્તિ વિશેષ ને પોંખવાનો રૂડો અવસર” કાર્યક્રમ ભવન્સ કેમ્પસ માં યોજાયો.

પૂર્વી આર્ટ થીએટર સ આયોજીત” વિવિધ ક્ષેત્ર ના વ્યક્તિ વિશેષ ને પોંખવા નો રૂડો અવસર” કાર્યક્રમ ભવન્સ કેમ્પસ ના ગીતા હોલ માં યોજાઈ ગયો. આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે શ્રી સી.એમ. પટેલ,શ્રી . દિવ્યા બહેન પટેલ,શ્રી જૈમિની બેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.જયારે મહેમાન તરીકે મેહુલ પટેલ ,શ્રી મીના બહેન ભાટીયા અને ડી. કે પટેલ( ધનંજય પટેલ) ઉપસ્થિતિ રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના પ્રવિણ જોષી એ કરી અને ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વાતાવરણ પવિત્ર, ઉર્જાવાન,અને.પ્રકાશ વાન બનાવી દીધું. નાની બાળાઓ દ્વારા મહેમાનો નું સ્વાગત સ્વાગત ગીત થી કરવામાં આવ્યું હતું. મહેમાનો નો પરિચય ,અને પુષ્પ ગુચ્છ અને મોમેનતો દ્વારા કરવા માં આવ્યું હતું.
ભરત પંચોલી એ આ કાર્યક્રમ ને ઋણ સ્વીકાર કરી તેમના હર્દય માં એકબીજા પ્રત્યે પ્રેમ,લાગણી અને લોકો દ્વારા મળે સહયોગ ને આભારવશ થઈ વ્યકત કર્યો હતો. શ્રી સી.એમ. પટેલે પોતાના અનુભવો કહ્યા.મનગમતું કામ કરો વ્યસ્ત રહો,મસ્ત રહેવાની વાત કરી.દિવ્ય બહેને ફિલ્મ ઉપરાંત સેવા અને પટેલ સમાજ માટે કરી રહેલા કર્યા સાથે સાથે કલર ક્ષેત્ર ની વાત કરી હતી. જયારે જૈમિની બહેન ત્રિવેદી એ નાટ્ય ક્ષેત્ર,ફિલ્મ, અને ટી.વી પરદે અભિનય વિશે ના જૂના સ્મરણો ટાંકી ને કલાકારો ને પ્રોત્સાહિત કર્યા હતા.
મહેમાનો દ્વારા નાટકના કલાકારો,પત્રકારો_ તંત્રી,સાહિત્યકારો, સમાજ સેવા,અને ફોટોગાફી ક્ષેત્ર ના વિવિધ વ્યક્તિઓ ને મહેમાનો દ્વારા મોમંતો આપી સૌને પોંખવા માં આવ્યા હતા.
મુકેશ જાની એ નાટ્ય ક્ષેત્રે,નટવર ગોહેલે સાહિત્ય ક્ષેત્રે અને રાજુભાઈ રબારી એ પત્રકાર તરીકે પ્રતિભાવ આપ્યા હતા.
વિરુભાઇ અલગોતર એ મંગલ નવકાર મહેક ગ્રુપ.શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા અબોલ, મુંગા પક્ષીઓ માટે પાણી ના કુંડા દાન કર્યું હતું. જયારે શ્રી અરિહંત સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માં મીનાબેન ભાટિયા, ગીતાબહેન પટેલ,અને મેહુલ પટેલ નો સહયોગ સાંપડ્યો હતો. ઉદઘોષક તરીકે શાહીદ અલી સૈયદ અને ફોટો ગ્રાફર તરીકે રાજુ ઘડિયાળી એ સેવા આપી હતી. કુ.ખનન શેઠ સૌં ના સ્વાગત માટે ઉત્સાહી હતી.
આભાર વિધિ ભરત પંચોલી એ કરી હતી. સૌના સાથે સહકારથી કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!